પલ્સર પર આવેલા ગઠિયા કારના કાચ તોડી 12.47 લાખ તફડાવી રફુચક્કર

April 12, 2023

મહેસાણા રહેતા અને ભેંસોની લે-વેચનો વેપાર કરતાં વેપારી કારમાં પૈસા લઇ મજૂરોને આપવા ગયા હતા 

જોટાણા તાલુકાના અજબપુરા ગામે પાર્ક કરેલી કારના કાચ તોડી બેંગ ઉઠિયા ગઠિયા ભાગી છૂટ્યાં 

ગરવી તાકાત, મહેસાણા તા. 12 – જોટાણા તાલુકાના અજબપુરા ગામે કાર લઇને મજૂરોને મજૂૂરીના પૈસા આપવા પહોંચેલા ભેંસોના વેપારીના કારમાં મુકેલા 12.47 લાખ રુપિયા કારના કાચ તોડી ગઠિયા તફડાવી જતાં આ બાબતે ગઠિયા વિરુદ્ધ સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

મહેસાણા જિલ્લામાં પાર્ક કરેલી કારના કાચ તોડીને કારમાં મુકેલા પૈસા તફડાવી ગઠિયા ફરાર થઇ હોવાની અનેક ઘટનાઓ અગાઉ બનવા પામી છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મહેસાણા ખાતે રહેતાં અને ભેંસોની લે-વેચના વેપાર સાથે સંકળાયેલ વેપારી જોટાણા તાલુકાના અજબપુરા ગામે મજૂરોને પૈસા આપવા કાર લઇને તબેલા પર પહોંચેલા વેપારી પોતાની કાર પાર્ક કરી હતી.

જ્યાં પ્લસર બાઇક પર કારનો પીછો કરી રહેલા શખ્સો કારના કાચ તોડીને કારમાં પ્લાસ્ટિકની બેગમાં મુકેલા 12 લાખ 47 હજાર રુપિયા લઇ બે શખ્સો પૈસા લઇને ફરાર થઇ ગયા હતા જયાં ઘટના સ્થળ પર હાજર મજૂરોએ આ બાબતની જાણ વેપારીને કરતાં બાઇક પર આવેલા બે શખ્સોનો પીછો કરવાની કોશિશ કરી હતી પરંતુ ગઠિયા ભાગી છૂટવામાં સફળ રહ્યાં હતા. આ બાબતે મહેસાણાના વેપારીએ સાંથલ પોલીસ સ્ટેશનમાં બાઇક પર આવેલા ગઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0