મહેસાણા માલ ગોડાઉનમાં બે દુકાનો તોડી 1.37 લાખની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો 

March 14, 2023

બે દિવસ અગાઉ રાત્રિના સમયે સિંગાપુર હબમાં બે દુકાનોના શટર તૂટ્યાં હતા 

મહેસાણા બી. ડિવીઝન પોલીસે સમી તાલુકાના માંડવી ગામના શખ્સની અટકાયત 

ગરવી તાકાત, મહેસાણા તા. 14 –મહેસાણા શહેરના માલ ગોડાઉનમાં આવેલ સીંગાપુર હબમાંથી બે દિવસ અગાઉ રાત્રિના સમયે બે દુકાનોના શટર તોડી તસ્કરો 1.37 લાખની રોકડ સહિત ડોક્યમેન્ટ ચોરી ગયા હતા. જે ચોરીનો ભેદ મહેસાણા બી.ડિવીઝનના પી.આઇ બી.વી.પટેલ અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં સફળ રહ્યાં હતા. 

મહેસાણાના માલ ગોડાઉન વિસ્તારમાં આવેલ સીંગાપુર હબમાંથી બે દિવસ અગાઉ રાત્રિના સમયે બે દુકાનોના શટર તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યોં હતો અને આ બે દુકાનોમાંથી તસ્કરો રુ. 1.37 લાખની રોકડ તેમજ તિજોરીમાં રહેલા અન્ય ડોક્યુમેન્ટ પણ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે સંદર્ભે ચોરીની ઘટના બાબતે દુકાનોના માલિકે મહેસાણા બી. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ચોરીનો ભેદ ઉકેલવા માટે મહેસાણા બી. ડિવીઝનના પીઆઇ બી.વી.પટેલ સહિતની ટીમે તસ્કરોનું પગેરું શોંધવા માટે કવાયત હાથ ધરી હતી.

જેમાં તપાસ દરમિયાન ખાનગી રાહે જાણવા મળ્યું હતું કે સીંગાપુર હબમાં આવેલી રોડ ઇક્વિપમેન્ટ અને મોમાઇ સેલ્સ નામની દુકાનોના શટર તોડનાર શખ્સ સમી તાલુકાના માંડવી ગામનો પ્રતાપ મદરરુભાઇ વણકર તેમજ તેની સાથે રહેલી તેજલ રાવળ નામની યુવતિ અને અન્ય એક શખ્સની સંડોવણી હોવાની જાણ થતાં મહેસાણા બી. ડિવીઝન પોલીસની ટીમે પ્રતાપ વણકરને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતાં મેળવી હતી. જો કે ચોરીમાં સંડોવાયેલ યુવતિ તેમજ અન્ય એક શખ્સની તપાસના ચક્રો ગતિમાન કરાયાં છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0