મહેસાણા લોકસભામાં સાંસદ હરિભાઈ પટેલના બે વર્ષ: જનસેવા, વિકાસકામો અને સંસદીય રજૂઆતો સાથે જાહેર કર્યો ૧૬૦ પાનાનો પ્રગતિ અહેવાલ

August 19, 2026

ગરવી તાકાત 19-8-2026

મહેસાણા લોકસભા મતવિસ્તારના સર્વાંગી વિકાસ, પ્રજાલક્ષી સેવાઓ અને સંસદમાં લોકપ્રશ્નોની મજબૂત રજૂઆતો સાથે સાંસદ હરિભાઈ પટેલે પોતાના બે વર્ષના કાર્યકાળનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો છે. મહેસાણા ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રભારી ભરતભાઈ ડાંગર અને જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોરની વિશેષ ઉપસ્થિતિમાં સાંસદની સિદ્ધિઓ અને કામગીરીને દર્શાવતી ૧૬૦ પાનાની દળદાર પુસ્તિકાનું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું. આ અહેવાલમાં મતવિસ્તારના છેવાડાના ગામડાઓથી લઈને સંસદ ભવન સુધી થયેલા લોકકલ્યાણના કાર્યો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે થયેલી કામગીરીનો સચોટ ચિતાર આપવામાં આવ્યો છે.

જનસંપર્કને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા સાંસદ હરિભાઈ પટેલે મતવિસ્તારના કુલ ૬૦૨ ગામો પૈકી ૫૧૦ ગામોમાં સીધો પ્રવાસ કરીને ગ્રામજનોના સ્થાનિક પ્રશ્નો, રસ્તા, પાણી, વીજળી અને શિક્ષણની સમસ્યાઓને રૂબરૂ જાણી હતી. પ્રજાસેવાના સંકલ્પ અંતર્ગત ગંભીર બીમારીઓથી પીડાતા ૪૧ દર્દીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ અને મુખ્યમંત્રી રાહત કોષ મારફતે કુલ ₹૯૨.૧૬ લાખની નાણાકીય સહાય અપાવવામાં આવી છે. વિકાસકામોને વેગ આપવા માટે સાંસદ નિધિમાંથી બે વર્ષ દરમિયાન કુલ ૫૨૩ જેટલા વિવિધ કામો માટે ₹૮.૭૭ કરોડથી વધુના ખર્ચની ભલામણો કરવામાં આવી છે તેમજ જનહિતના પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોને ૫,૫૦૦થી પણ વધુ પત્રો પાઠવી સક્રિય ફોલોઅપ લેવામાં આવ્યું છે.

સંસદ ભવનમાં મહેસાણા અને ઉત્તર ગુજરાતના પ્રશ્નોને વાચા આપતાં સાંસદે તારંગા-સતલાસણા-અંબાજી-આબુ રોડ સુધીની આશરે ₹૩,૨૦૦ કરોડની નવી રેલવે લાઇનના પ્રોજેક્ટને વેગ અપાવવા સહિત ઉત્તર ગુજરાતને સુરત અને મુંબઈ સાથે જોડતી નવી ટ્રેનો તથા વંદે ભારત એક્સપ્રેસના વિસ્તરણની પ્રબળ માંગણીઓ મૂકી છે. મહેસાણા શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવા પોલીસ હેડક્વાર્ટરથી ગુરુદ્વારા સુધી ઓવરબ્રિજ અને રેલવે ફાટક નં. ૧૯ પર બ્રિજ બનાવવાની રજૂઆત કરી છે, જ્યારે NHAI દ્વારા ₹૭૪૧ કરોડના ખર્ચે પાટણ-ગોઝારિયા માર્ગને ૪-લેન બનાવવાની કામગીરી પણ પ્રગતિમાં છે. ચોમાસા દરમિયાન અંડરપાસમાં ભરાતા પાણીના નિકાલ અને ભૂગર્ભ જળસંચય માટે પીલુંદ્રા ગામ ખાતે તૈયાર કરાયેલ વિશેષ પ્રોજેક્ટ એક ઉત્કૃષ્ટ મોડેલ તરીકે ઉભરી આવ્યો છે.

આ ઉપરાંત એશિયાની સૌથી મોટી મસાલા મંડી ઊંઝા ખાતે સ્પાઇસ પાર્ક, મસાલા પાક સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય એરંડા બોર્ડ અને ભારતીય મસાલા બોર્ડની કચેરી સ્થાપવા સહિત કૃષિ પરિવહન માટે રેલવે ટર્મિનલની માંગણીઓ કેન્દ્ર સમક્ષ પહોંચાડવામાં આવી છે. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મહેસાણામાં AIIMS હોસ્પિટલ કેન્દ્ર, નેશનલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સેલન્સ, BSF કેમ્પસમાં કેન્દ્રીય વિદ્યાલય, ફૂડ ટેકનોલોજી કોલેજ અને મેગા ટેક્સટાઇલ પાર્કની સ્થાપના માટે સંસદમાં વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી છે. ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા લાડોલ તળાવ, બોરિયાવીના મસિયા મહાદેવ અને વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસની યોજનાઓ હાથ ધરીને સમગ્ર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0