garvi takat.શામળાજી: ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં સરકારની દારૂ પાબંદીની પોકળ વાતો વચ્ચે ખુલ્લેઆમ દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી અવનવા પ્રકારે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે બુટલેગરો સામે લાલ આંખ કરતા જીલ્લા પોલીસતંત્રને જીલ્લામાં પ્રોહિબિશનની કામગીરી માટે શખ્ત આદેશ આપતા હાલ પોલીસની કામગીરી જોઈને બુટલેગરો પણ સચેત બન્યા છે.શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી રાજસ્થાન તરફથી પીકઅપ ડાલામાં જુના ગાદલાની આડમાં ઘુસાડાતો ૨.૯૨ લાખનો દારૂ ઝડપી પાડી દારુની ખેપ નિષ્ફળ બનાવી ખેપિયાને દબોચી લીધો હતો.શામળાજી પીએસઆઇ આશીષ પટેલ અને તેમની ટીમે અણસોલ ગામની સીમમાં વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા રતનપુર ચેકપોસ્ટ બાજુથી પીકઅપ ડાલામાં જુના ગાદલાની આડમાં વિદેશી દારૂ ભરી આવી રહેલ પીકઅપ ડાલાને અટકાવી તલાસી લેતા જુના ગાદલાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની પેટી નંગ-૭૯ કીં.રૂ.૨૯૨૫૬૦ /- નો જથ્થો જપ્ત કરી પીકઅપ ડાલાની કીં.રૂ.૪ લાખ અને અન્ય મુદ્દામાલ મળી કુલ.રૂ.૬૯૩૦૬૦/- લાખનો મુદ્દામાલ જપ્ત કરી ભરૂચના દહેજવાડી ફળિયામાં રહેતા પીકઅપ ડાલાના ચાલક વિનોદ અરવિંદભાઈ ગોહિલની ધરપકડ કરી પીકઅપ ડાલામાં વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાન ઉદેપુરના પલાણા ગામના પવન શંકર સોયલ નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા.