મહિલા પી.આઈ.ડી.બી.ગોસ્વામી ને કડી પોલિસ સ્ટેશન ખાતે મૂકવામાં  આવ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.
મહેસાણા જિલ્લાના કડી તાલુકામા આવેલ નારી એક્તા ફાઉન્ડેશન દ્વારા કડી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ગરીબો માટે,દીકરીઓ સાથે તથા અત્યાચારો,વૃદ્ધાશ્રમમાં માં આવેલ ગરડા દાદા-દાદી ને સેવાકીય કાર્ય જેવા અનેક પ્રવૃત્તિઓ નારી એકતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી હોય છે. મહેસાણા જિલ્લાના પોલિસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા 2 પી.આઈ.અને 12 પી.એસ.આઈ ની બદલી કરવામાં આવી હતી જેમાં કડી શહેરમાં પી.આઈ.તરીકે   મહેસાણા ના એ-ડિવિઝન પોલિસ ખાતે મહિલા પી.આઈ. ડી.બી.ગોસ્વામી ફરજ બજાવતા હતા. ત્યાર બાદ જિલ્લા પોલિસ વડા ના બદલી થતા તે મહિલા પી.આઈ.ડી.બી.ગોસ્વામી ને કડી પોલિસ સ્ટેશન ખાતે મૂકવામાં  આવ્યા હતા. તો આજ રોજ તે મહિલા પોલિસ અધિકારી કડી પોલિસ સ્ટેશન માં હાજર થયા હતા. ત્યારે કડી માં આવેલ નારી એકતા ફાઉન્ડેશન ના પ્રમુખ ભગવતીબેન પટેલ દ્વારા મહિલા પી.આઈ.ડી.બી.ગોસ્વામી સાહેબ શ્રી ને ઝાંસી કી રાની ની પ્રતિમા માં આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.અને કડી ના પહેલા પી.આઈ.અધિકારી પી.એ.પરમાર સાહેબ ને શાલ ઓઢાડી ને વિદાય કરવામાં આવી હતી.
કડી માં આવેલ મહિલા અધિકારી પી.આઈ.ડી.બી.ગોસ્વામી પોતાની ફરજ પર બાહોશ અને નીડરતા થી કડી માં વધતા જતા ક્રાઇમ ને રોકવામાં માટે સતત પ્રયત્ન સીલ રહે  અને કડી માં દિવસે ને દિવસે લૂંટફાટ, વાહન ચોરી, ઠેર ઠેર ચાલી રહેલા દેશીદારૂ કે વિદેશીદારૂ ના અડ્ડાઓ, જુગાર, વરલી મટકા, જેવા અનેક ગુનાઓ કડી શહેરમાં ખુબજ પ્રમાણ વધી રહ્યા છે તો આવેલ મહિલા અધિકારી પી.આઈ.ડી.બી.ગોસ્વામી શાહેબ જે ગુંડા તત્વો ને પોલિસ પ્રસાસન નો ડર જ નથી અને તેવાલોકો કડી શહેરમાં અલગ અલગ પ્રકારના કામો કરી ને લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે તેવા ગુંડા તત્વોને પોલીસ તંત્રની જરૂરી કાર્યવાહી કરીને તેમને પોલિસ તંત્ર નો ડર રહે તેવી બાહોશ અને નીડરતાથી કામગરી કરી અને કડી શહેરમાં વધતા જતા ક્રાઇમ ઓછા તથા જોવા મળે તેવી કડી માં આવેલ જાહેર જનતા આપણી સાથે અપેક્ષાઓ રાખવામાં આવે છે.
જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.