મહેસાણા તા.ર૧
કેટલીક વખત આપણા સૌના મનમાં સવાલ ઉભો થાય છેકે, શું આ દુનિયામાં ભગવાનનું અસ્તિત્વ છે. કારણ કે, પાપીઓ ખુલ્લા ફરતાં જાેવા મળે અને નિર્દોષ લોકોને હેરાન થતાં જાેઈને આ સવાલ ઉપજે તે સ્વભાવિક છે.પણ કહેવાય છેકે, ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી. કર્મોનો હિસાબ વહેલો મોડો ચોક્કસ થાય છે. મહેસાણાના દિવ્ય ભાસ્કરના પત્રકાર કામિની આચાર્ય અને તેના કોઈ કામ ધંધો નહિ કરતાં પતિ કેદાર આચાર્યના કિસ્સામાં પણ કઈંક આવું જ થયું છે. વર્ષોથી પાપ આચરી લોકોના નિશાશા લેનારા આ દંપતિને એવી તો કુદરતની લાઠી વાગી છેકે, હવે તેમને ભોયમાં મોઢુ સંતાડવાનો વારો આવ્યો છે. ગરવી તાકાત દૈનિક વર્ષોથી નિડર અખબાર રહયું છે અને કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર સાચા અને તટસ્થ સમાચાર આપવા એ ગરવી તાકાતની પ્રણાલી રહી છે. ત્યારે આ દંપતિની પાપ લીલા અમે આપની સમક્ષ મૂકી રહ્યા છીએ.

પત્રકાર એટલે શું ? લોકો પત્રકારને એટલા માટે માન સન્માન આપે છેકે, તે ચોથી જાગીર બનીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરે છે પણ એ જ પત્રકાર તેને મળતાં માન સન્માનનો જાે ગલત ફાયદો ઉપાડે તો શું થાય ? લોકોનો પત્રકાર અને પત્રકારીત્વ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. મહેસાણાના દિવ્ય ભાસ્કરના બ્યુરો ચીફ અને સીનીયર રીપોર્ટર તરીકેનો લોકોમાં રોફ જમાવતી કામિની આચાર્ય નામની મહિલા પત્રકારના કિસ્સામાં કંઈક આવું જ જાેવા મળ્યું છે. આ મહિલા પત્રકારે પોતાના પતિ સાથે મળી પોતાના મળેલા પદનો એટલી હદે દૂર ઉપયોગ કર્યો કે, લોકો ત્રાહીમામ્‌ પોકારી ઉઠ્યા પણ દરેકના કર્મોનો હિસાબ કુદરત અહીંયા જ કરે છે તેવી રીતે લોકોને ફસાવતી કામીની આચાર્ય ખુદ કાયદાની ચુંગાલ ફસાઈ ગઈ. આ આખી ઘટનાની વિગત એવી છેકે, કામિની આચાર્ય પાસે મદદ માંગવા આવેલી એક એનઆરઆઈ મહીલાને મદદ કરવાને બદલે લૂંટી લેવામાં કશું જ બાકી ના રાખ્યું. કયારેક એસ.પીને મળવાના બહાને તો કયારેક કલેકટરને મળવાના બહાને મહિલા પાસેથી હજારો રૂપિયા પડાવી લીધા. આટલેથી ઓછું હોય તેમ આ એનઆરઆઈ મહિલાના પર્સમાંથી આઠસો ડોલરની પણ ઉઠાંતરી કરી લીધી. હવે કામિની આચાર્યને લાગવું માડ્યું કે આ તો સોનાના ઈંડા આપતી મરઘી છે. ખંખેરાય તેટલી ખંખેરી લો અને તેણે એનઆરઆઈ મહિલાને મદદના બહાને લૂંટવાનું ચાલુ રાખ્યું. મહિલા સમજી ગઈ કે આ બહેન જે પોતાને પત્રકાર તરીકે ઓળખાવે છે તે તેને લૂંટવા સિવાય કોઈ કામ નથી કરી રહ્યા. મહિલાએ પૈસા આપવાનું બંધ કર્યુ તો આ દંપતિ નિચતા ઉપર ઉતરી આવ્યા અને તા.૨૦ જુલાઈ ૨૦૧પના રોજ આ મહિલા બિમાર હતી તે દિવસે કામિની આચાર્યએ તેના પતિ કેદાર આચાર્યને તેના ઘરે મોકલી પૈસા આપ નહિં તો જાનથી મારી નાંખીશું તેવી ધમકીઓ આપી. મહિલાને એકલી જાેઈને કેદાર આચાર્યના મનમાં વાસનાનો કિડો સળવળ્યો અને મહિલાના પ્રાઈવેટ પાર્ટ ઉપર અડપલા શરૂ કરી દીધા. મહિલાએ વિરોધ કર્યો તો કહેવાતો બ્રહ્મ સમાજનો અગ્રણી કેદાર આચાર્ય બોલ્યો પૈસા પછી આપજે તું ધોળી દૂધ જેવી છે હાલ મને મજા કરવા દે. આમ કહીને કલાકો સુધી કેદાર આચાર્ય વાસનાનો ખેલ ખેલતો રહ્યો હતો. છેવટે કંટાળીને મહિલાએ બૂમાબૂમ કરી તો કેદાર આચાર્ય ભાગી છૂટયો. આ ઘટના બાદ ડરી ગયેલી ભોગ બનનાર મહિલાએ પોલીસને ફરિયાદ આપવાનો પ્રયાસ કર્યો પણ પોલીસને પણ કામિની આચાર્યએ પોતાના પેપરમાં પોલીસનું ખરાબ છાપવાનો ડર આપીને મહિલાની ફરિયાદ ના લેવા દીધી. મહિલા ન્યાય માટે દર દર ભટકતી રહી. છેવટે તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૯માં આ મહિલાની ફરિયાદ લેવા પોલીસને આદેશ કર્યો અને જાે પોલીસ ફરિયાદ ના લે તો કોર્ટમાં સીધી ફરિયાદ દાખલ કરવા પણ આદેશ કર્યો. મહિલા ફરી એક વખત પોલીસના શરણે ગઈ પરંતુ પહેલાંથી જ કામિની આચાર્યના પ્રભાવમાં રહેલી પોલીસે મહિલાની ફરિયાદ ના સાંભળી તે ન જ સાંભળી. છેવટે મહિલાએ કડી કોર્ટના દ્વાર ખખડાવ્યા અને મહિલા સાથે કુકર્મ કરનાર દિવ્ય ભાસ્કરની બ્યુરો ચીફ કામિની આચાર્ય અને તેના પતિ કેદાર આચાર્ય તેમજ કેદાર આચાર્યના ભાઈબંધ અરૂણ ચોટલિયા વિરૂદ્ધ કડી કોર્ટમાં દુષ્કર્મના પ્રયાસની ફરિયાદ આપી. કોર્ટે આ ફરિયાદ મામલે પોલીસને વધુ એક વખત ૨૦૨ મુજબ ઈન્કવાયરીનો હુકમ કર્યો પરંતુ પહેલીથી જ કામિની આચાર્ય સાથે મળી ગયેલી પોલીસે ફરી એક વખત એક ફિલ્મી કહાની લખાય તે પ્રકારે મન ઘડત કહાની ઉભી કરી ફરિયાદીને જ આરોપી ચિતરવાનો પ્રયાસ કરી રિપોર્ટ સંબમીટ કરી દીધો. પરંતુ કોર્ટે પોલીસના આ રિપોર્ટને ફગાવી દીધો અને ગત તા.૧૮ માર્ચના રોજ આ મહિલાની ફરિયાદ મંજૂર કરી મહિલાની અરજીને ક્રિમીનલ કેસ તરીકે દાખલ કરવાનો હુકમ કર્યો છે. કડી કોર્ટના હુકમ બાદ કડી કોર્ટમાં જ આ કેસ ૨૦૦/૨૦૨૧ નંબરની દાખલ થઈ ગયો છે.