ગુજરાતના વીરની શહાદત નહીં ભૂલાય,

 

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામના બીએસએફ રિટાયર્ડ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થયા છે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં યુવાનો આર્મી અને BSF સહિત સેનામાં ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામના જશવંતસિંહ રાઠોડ વર્ષ 2011માં બેંગ્લોર ત્યારબાદ નોર્થ ઇસ્ટમાં ત્રણ વર્ષ ફરજ બજાવી.

ત્યારબાદ જોધપુરમાં ત્રણ વર્ષ અને છેલ્લા અઢી વર્ષથી જમ્મુ કાશ્મીરના 17 રાષ્ટ્રીય રાઇફલ પીંછવાડામાં આર્મીમાં ફરજ બજાવતાં હતા. ફરજ દરમિયાન તેમના પર ભેખડ ઢસી જતાં શહીદ થયા છે. તેમના પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. જો કે જવાનના પાર્થિવ દેહને આજે વતન ખાતે લાવતા આખું ગામ હિબકે ચડ્યું હતું. અને જય હિન્દ અને શહીદ વીર જવાન રહોના નારા સાથે ગામ ફરતે સ્મશાન યાત્રા નીકળી અંતિમવિધિ કરાઈ હતી. અને જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનભેર અંતિમવિધિ કરી હતી.

 

  • આ શહાદત નહીં ભૂલાય
  • શહીદ જવાનને સલામ
  • જમ્મૂ કશ્મીરમાં BSFના જવાન થયા શહીદ
Contribute Your Support by Sharing this News: