ઇડર શહેર માં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા રામનવમી ના દિવસે નીકળી.

March 26, 2026

ઇડર શહેર માં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા રામનવમી ના દિવસે નીકળી.

ગરવી તાકાત, ઇડર
તસ્વીર અહેવાલ રાકેશ નાયક ઇડર

ભગવાન શ્રીરામનો જન્મોત્સવ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે.તેવી જ રીતે
રામનવમી ને 26 માર્ચ ના રોજ ઈડર શહેરમાં પરંપરાગત રીતે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા ઈડરના રામજી મંદિરેથી સવારે 10 વાગ્યે પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન કરવામાં આવી હતી. તે ઈડરના મુખ્ય બજાર, તિરંગા સર્કલ થઈને ધુળેટા દરવાજા ખાતે પહોંચી હતી.
ધુળેટા દરવાજા પાસે આવેલા રામધૂન ચોકમાં વિરાટ ભગવો ધ્વજ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો અને ભવ્ય આતિશબાજી પણ કરવામાં આવી હતી.
ત્યારબાદ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ભગવાન રામની મહાઆરતી ભક્તો દ્વારા કરવા માં આવી હતી.
મહાઆરતી બાદ શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બજારમાંથી પસાર થઈને નિજ મંદિરે પરત ફરી હતી. આ શોભાયાત્રામાં ઈડરના ડીવાયએસપી સ્મિત ગોહિલ અને પી.આઈ. એ.જી. રાઠોડ સહિત પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા.
શોભાયાત્રામાં મહાકાલેશ્વર મંદિરના મહંત મહંકાલગીરી, રામદ્વારા મંદિરના મહંત અને દેવ દરબાર આશ્રમના મહંત મંગલપુરી, લાલોડાના મહંત સહિત અનેક સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. ઈડર નગર ઉત્સવ સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
પ્રદીપભાઈ ખરાદી, વિષ્ણુભાઈ સગર, નિવૃત્ત શિક્ષક વી.કે. પટેલ, કિશનભાઈ સોની, સંજયભાઈ સોની, શૈલેન્દ્રસિંહ અને પ્રકાશભાઈ પરમાર જેવા અનેક આગેવાનોએ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનના પાત્રોએ આકર્ષણ જમાવ્યું હતું, જ્યારે દુર્ગાવાહીનીની દીકરીઓ દ્વારા તલવારબાજીના કરતબો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
આ શોભાયાત્રામાં ઈડરના નાના-મોટા તમામ
તમામ રામ ભક્તો
ઉત્સાહભેર જોડાયા હતા. અને સમગ્ર વાતાવર ભક્તિમય બન્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0