ઉનાવાથી ઢોરોની ચોરી કરનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે સામખીયાળીથી ઝડપ્યો

December 21, 2020

મહેસાણા જીલ્લાના ઉનાવા પોલીસ સ્ટેશનમાં ઢોરોની ચોરીના ગુન્હાનો આરોપી છલ્લા ઘણા સમયથી નાશતો ફરી રહ્યો હતો. એ આોપી બલોચ દોલતખાન રહે સેસણનવા, તા. દિયોદર,જી. બનાસકાંઠાને મહેસાણા ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમી આધારે ઝડપી પાડ્યો હતો. 

આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબરેટેડ એક્ટ ?

ગત રવિવારના રોજ મહેસાણા ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે મહેસાણા જીલ્લાના ઉનાવા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઓરોપી બલોચ દોલતખાન ઉર્ફે દોલો દરિયાખાન સરદારખાન, રહે – સેસણ નવા, તા.- દિયોદર, જી-બનાસકાંઠા વાળો આરોપી છેલ્લા ઘણા સમયથી ઢોરોની ચોરીના ગુન્હો આચરી નાસતો ફરી રહ્યો છે. જે અત્યારે સામખીયાળી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મોજુદ છે. જેના આધારે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી ઉનાવા પોલીસને  હવાલે કર્યો હતો. જ્યાર બાદ  આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0