RCC રોડનો પણ સામવેશ ! અમદાવાદમાં 72 જેટલા કામોનુ CM ના હસ્તે ઈ-ખાતમુહુર્ત,લોકાર્પણ

December 4, 2020

આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ  કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ 72 જેટલા કામોના અંદાજીત રૂ. 1078 કરોડના કામનુ લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. 

આ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે કોરોના સંકટ વચ્ચે પણ ગુજરાતમાં 17 હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થયા છે. આ આંકડાઓ જ બતાવે છે કે આપણે વિકાસની હરણફાળ ભરી રહ્યા છીએ. વિકાર અવિરત ચાલુ છે. વિજય રૂપાણીએ અમદાવાદની તારીફ કરતા કહ્યુ હતુ કે,અમદાવાદે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથે સાથે ઈઝ ઓફ લિવિંગમાં પણ પોતાનુ સ્થાન પ્રાપ્ત કર્યું છે, અમદાવાદ માણવાલાયક , રહેવાલાયક , જીવવા લાયક શહેર બન્યું છે.  આજે ઘણા રીટાયર્ડ કર્મચારી,અધિકારી કે જે પરપ્રાન્તથી અહિ કામ માટે આવેલા એમની સાથે વાત કરતા તેઓ કહે છે કે અમારી બાકીની જીંદગી અહિ જ  પસાર કરવી છે આ શહેર અમને ગમે છે. તેમને વધુમાં ઉમેર્યુ હતુ કે,  શહેરી વિકાસ વિભાગે ટ્રાફીકની સમષ્યા, પર્યાવરણની સમષ્યાને ધ્યાનમાં રાખી સંતુલીત વિકાસની ચીંતા કરી છે.

આ પણ વાંચો – સાહેબે 2014 થી અત્યાર સુધી ગાેળીઓ આપી હવે રસી આપશે : જયરાજસિંહ પરમાર

લોકાર્પણ ખાતમુહુર્તના કાર્યક્રમમાં ઈ.ડબલ્યુ.એસ. આવાસ યોજનાઓ,બીલ્ડીગ નવિનીકરણ, ગાર્ડન ડેવલોપમેન્ટ, સ્લમ ક્વોટર્સનુ રીડેવલોપમેન્ટ, આવાશોનુ પુનર્વશન, ઈકોલોજી પાર્ક, સુએજ ટ્રીટમેન્ટ તથા ડ્રેનેજના કામ,વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન,રીવર બ્રીજ, આર.સી.સી. રોડ, શાળાની બીલ્ડીંગનુ નવિનકરણ, લાઈબ્રેરી, વાંચનાલય, જીમના કામોનો સમાવેશ થતો હતો.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0