યુવાઓને પ્રકૃતિથી વાકેફ કરાવવા માટે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું
રાજ્યસભાના સાંસદ જુગલજી લોખંડવાલા, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઇ પટેલ ખાસ હાજર રહ્યાં
ગરવી તાકાત, મહેસાણા તા. 21- જીપેરી-જીટીયુ મહેસાણામાં G20 અંતર્ગત યુવા સંવાદ,યુથ ટોક 20 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવા સંવાદ કાર્યક્રમમાં “વહેચાયેલ ભવિષ્ય..લોકશાહી અને શાસનમાં યુવા” વિષય પર શ્રી વિવેકભાઈ શાહ સાહેબે ખુબ સુંદર વક્તવ્ય આપ્યુ હતું તથા સર્વ મહેમાનો અને તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓ એ પુછેલ વિવિધ પ્રશ્નો ના જવાબ આપ્યા હતા. યુવાઓને પ્રકૃતિથી વાકેફ કરાવવા માટે આ સમગ્ર આયોજન પ્રિન્સિપાલ ડો. ચિરાગ વિભાકરના માર્ગદર્શન હેઠળ શ્રી દિનેશ રાજપુત, ડો. નરહરીપ્રસાદ સાધુ અને ડો.કિશોર રાજપુતના નેતૃત્વ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.

જીપેરી-જીટીયુ મહેસાણામાં G20 અંતર્ગત યુવા સંવાદ,યુથ ટોક 20 આયોજન કરાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાજ્યસભાના સંસદ શ્રી જુગલજી લોખંડવાલા , મહેસાણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ , ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઇ નાયક,પંકજ મારેચા (નહેરુ યુવા કેન્દ્ર), રાજેન્દ્રકુમાર ચૌધરી (ખેરવા જિલ્લા પંચાયત સીટ ના ડેલિગેટ) મિહિરભાઈ પટેલ (ગોઝારીયા જિલ્લા પંચાયત સીટ ના ડેલિગેટ), પ્રકાશભાઈ પટેલ (મહામંત્રી તાલુકા ભાજપ) ,હિતેન્દ્રભાઇ ચૌધરી ( ઉપપ્રમુખ તાલુકા ભાજપ), ઝોન સંયોજક વિશાલભાઈ ગજ્જર, જિલ્લા સંયોજક જીગરભાઈ પટેલ તથા મહેસાણા તાલુકાના સંયોજક શ્રી રવિરાજસિંહ ઝાલા, યોગેશભાઈ ચૌધરી ,વિજયભાઈ બારોટ અને દેવરાજભાઈ ગાંધી તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.


