યુવાનો હવે સરળતાથી રેલવેમાં મેળવી શકશે નોકરી, જાણો કેવી રીતે

શેર કરવા અહીં ક્લિક કરો.

દર વર્ષે ચાર વખત એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન જારી થશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ રેલવેમાં ભરતી માટે મોટી જાહેરાત કરી

ગરવી તાકાત, અમદાવાદ તા. 04 – રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ રેલવેમાં ભરતી માટે મોટી જાહેરાત કરી છે. નવી પદ્ધતિ પ્રમાણે ભરતી પ્રક્રિયામાં ઝડપ આવશે તથા નિર્ધારિત કેટેગરીમાં નિર્ધારિત સમયમર્યાદામાં પરીક્ષા આયોજિત કરી શકાશે.

Mangalore Today | Latest main news of mangalore, udupi - Page  Konkan-Railway-gets-set-for-best-services-during-SW-Monsoon

વર્ષમાં ચાર વખત એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન જારી થશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ રેલવેમાં ભરતી માટે મોટી જાહેરાત કરી છે. તેમની આ જાહેરાતથી ભરતી પ્રક્રિયામાં ઝડપ આવશે તથા નિર્ધારિત કેટેગરી માટે નિર્ધારિત સમયમર્યાદામાં પરીક્ષા આયોજિત કરી શકાશે. જેનાથી તે તમામ ઉમેદવારો જે રેલવે ભરતી પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છે છે, તેમને પૂર્વનિર્ધારિત રીતે પરીક્ષા માટે સમય રહેશે અને દર વર્ષે ભરતી પરીક્ષા આયોજિત થશે અને તેમને સારી તાલીમ મળી શકશે. આ વિચારની સાથે રેલવેની ભરતી પરીક્ષા માટે કેલેન્ડર બનાવવામાં આવ્યું છે.

રેલવે મંત્રી અનુસાર જેટલી પણ રેલવેની કેટેગરી છે, તેમનો વાર્ષિકરૂપે સમયગાળો નિર્ધારિત રહેશે તથા વર્ષમાં ચાર વાર નોટિફિકેશન જારી થશે, જે દરેક કેટેગરી માટે અલગ અલગ રહેશે, જેથી તમામને સમાન રૂપે આનો અવસર મળી શકશે. દર વર્ષે પરીક્ષા થવાથી ઓવર એજની સમસ્યાથી પણ છુટકારો મળશે.

વાર્ષિક કેલેન્ડરના ફાયદા:

1. જો ઉમેદવાર એક ચાન્સમાં ક્વોલીફાય નથી થતા તો એના માટે આગળ પણ અન્ય સંભાવનાઓ રહેશે.
2. એવા ઉમેદવારો માટે સમાન સંભાવના રહેશે જે દર વર્ષ માટે પાત્ર છે.
3. જે ઉમેદવાર પસંદગી પામશે તેમના માટે ઉજ્વળ કેરિયર પ્રમોશનની સંભાવનાઓ રહેશે.
4. પસંદગી પ્રક્રિયા, ટ્રેનિંગ અને નિમણૂંકોમાં ઝડપ આવશે.

વર્ષ 2024 નું કેલેન્ડર:

1. જાન્યુઆરીથી માર્ચ
આસિસ્ટન્ટ લોકો પાયલોટ

2. એપ્રિલથી જૂન
ટેકનિશિયન

3. જુલાઈથી સપ્ટેમ્બર
નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અન્ડર ગ્રેજ્યુએટ (લેવલ 2&3) જુનિયર એન્જિનિયર અને પેરામેડિકલ કેટેગરી

4. ઓક્ટોબરથી ડિસેમ્બર
મિનિસ્ટિરિયલ અને આઈસોલેટેડ કેટેગરી (લેવલ -1 )

વેબસાઈટ: https://indianrailways.gov.in/railwayboard/

ઉલ્લેખનીય છે કે, રેલવે તંત્રે  જોબ અપાવનારા રેકેટ અને દલાલો, વચેટીયાઓથી સાવધાન રહેવું ખૂબ જ જરૂર છે. કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી છેતરાશો નહી.

શેર કરવા અહીં ક્લિક કરો.

2 thoughts on “યુવાનો હવે સરળતાથી રેલવેમાં મેળવી શકશે નોકરી, જાણો કેવી રીતે

Comments are closed.

You cannot copy content from this website.