પાલનપુરમાંથી યુવક-યુવતીને રેમડેસીવીરની કાળા બજારી કરતા રંગે હાથે ઝડપ્યા

May 11, 2021

કોરોના દર્દીઓને અસરકારક જણાતી રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે માંગ હોવાથી તેની કાળાબજારી થઈ રહી છે. અગાઉ અમદાવાદમાં પણ અનેક ગુનેગારે નકલી ઈન્કેક્શન સાથે ઝડપાયા હતા. એવામાં પાલનપુરમાં પણ તેની કાળા બજારી થઈ રહી હોવાની રાવ ઉઠતા પાલનપુર પશ્ચિમ પોલીસે છટકું ગોઠવીને 18 હજાર રૂપિયામાં રેમડેસીવીર ઇન્જેક્શન વેંચતા યુવક -યુવતીને ઝડપી પાડ્યા હતા.

કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અસરકારણ જણાતા રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ વધી છે. પરંતુ સમગ્ર રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત હોવાથી અનેક લોકો તેનું કાળાબજાર કરીને હજારો રૂપિયાઓમાં વેચી તગડો નફો લઈ રહ્યા છે.

એવામાં પાલનપુર પશ્ચિમ પોલીસને બાતમી મળી હતી કે પાલનપુર તાલુકાના યુવક -યુવતી 18 હજાર રૂપિયામાં રેમડેસીવીર ઇન્જેક્શન વેચી રહ્યા છે ત્યારે પોલીસે  આરોપી યુવક -યુવતીને ઝડપી પાડવા છટકું ગોઠવવામાં આવ્યુ હતુ. પોલીસ દ્વારા નકલી  ગ્રાહક મોકલીને 18 હજાર રૂપિયામાં ઇન્જેકસ વેચવા આવેલા યુવક -યુવતીને પાલનપુરના આબુ હાઇવે ઉપર આવેલી ખાનગી હરિ કોવિડ હોસ્પિટલના પાસેથી 5 રેમડેસીવીર ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસ સુત્ર મુજબ ઝડપાયેલ યુવક હર્ષદ પરમાર ખાનગી કોવિડ હોસ્પિટલમાં પ્યુન તરીકે અને ઝડપાયેલી યુવતી દીપિકા ચૌહાણ હરિ કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હોવાનું સામે આવ્યું છે જેથી આ રેકેટમાં અનેક લોકો સામેલ હોઈ તેવું પોલીસને લાગી રહ્યું હોવાથી પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0