મહિલા સશક્તિકરણની સુફિયાણી વાતો વચ્ચે ફરીવાર એક બળાત્કારનો કીસ્સો સામે આવ્યો છે. જેમાં બેચરાજીના ચંદ્રોડા ગામમાં રહેતી બીજા રાજ્યની મહિલા સાથે બળાત્કાર થતા ફરિયાદ નોંધાવાઈ હતી.
બેચરાજી પાસેના ચંદ્રોડા ગામમાં રહેતી એક બીજા રાજ્યની મહિલાને ધાકધમકી આપી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનુ સામે આવ્યુ છે. જેમાં આરોપી સીન્ધી ઈકબાલ નામના શખ્સે તારીખ 26/11/2020 ના રોજ મહિલાના ઘરમાં પ્રવેશી તેની સાથે જબરદસ્તી કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ પહેલા પણ આરોપી મહિલાને તેના પતી તથા બાળકોને મારી નાખવાની ધમકી આપી 10 થી 15 વખત તેની સાથે દુષ્કર્મ કરી ચુક્યો હતો.
આરોપીએ મહિલાને તુ બહારની હોવાથી મારી કશુ જ નહી ઉખાડી શકે એમ કહી 10 તી 15 વખત દુષ્કર્મ ગુજાર્યો હતો.
આ બનાવની જાણ બેચરાજી પોલીસને થતા આરોપી સીન્ધી ઈકબાલ વિરૂધ્ધ 452,376,504,506(2) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.