યે બચ્ચો કે ખેલને કી ચીજ નહીં, લગ જાયે તો ખુન નિકલ આતા હૈ.. જાણો રામપુરી ચાકુ પર કેમ લાગ્યો હતો પ્રતિબંધ

શેર કરવા અહીં ક્લિક કરો.

ઉત્તર પ્રદેશના લખનૌથી 322 કિમી દૂર આવેલું આ રામપુર ગામમાં બનતાં રામપુરી ચાકું

અભિનેતા રાજકુમારે 1965માં આવેલી ફિલ્મ ‘વક્ત’માં રામપુરી ચાકુને ખૂબ જ પ્રખ્યાત કર્યુ હતું

આ હથિયારનો ઉપયોગ 60 અને 70ના દાયકાની ફિલ્મોમાં વિલન દ્વારા કરવામાં આવતો હતો

યે બચ્ચો કે ખેલને કા ખિલૌના નહીં, લગ જાયે તો ખુન નિકલ આતા હૈ…બોલીવુડમાં રાજકુમારનો આ ફેમસ ડાયલોગ તો તમે સાંભળ્યો હશે આ ડાયલોગ જેના માટે બોલવામાં આવ્યો હતો એ ચાકૂ નું નામ છે રામપુરી…રામપુરીનો ઈતિહાસ ખુબ જૂનો છે. જૂની ફિલ્મોની વાત કરીએ તો ખલનાયકનું સૌથી મોટું હથિયાર ચાકુ હતું. હિન્દી સિનેમાની તે સમયની મોટાભાગની ફિલ્મોમાં કોઈકને કોઈક સીનમાં તો રામપુરી ચાકૂ જરૂરથી બતાવવામાં આવતું હતું. એમ કહીએ કે રામપુરી ચાકૂ વિના એ સમયના ફાઈટ સીન અધૂરા હતા તો પણ અતિશ્યોક્તિ નહીં કહેવાય…

આમ, ફિલ્મો અને રામપુરી ચાકૂનો નાતો બહુ જૂનો છે. રામપુરી ચાકૂની મદદથી તે આખા ગામમાં લૂંટ ચલાવતો હતો. એક સમય હતો જ્યારે રામપુરી ચાકુની ઘણી માંગ હતી. જેણે રામપુરી ચાકુ રાખ્યો હતો, તેને લોકો બહુ મોટા માનતા હતા. રામપુરી ચાકુની વાર્તા 100 વર્ષથી વધુ જૂની છે, કારણ કે વિશ્વનું સૌથી જૂનું હથિયાર ચાકુ હતું. આ શસ્ત્રને કારણે દેશ-વિદેશમાં પણ ભારતીય કારીગરોની ઓળખ થઈ. ફિલ્મોમાં પણ રામપુરી છરીનો ઉલ્લેખ થતો હતો.

અભિનેતા રાજકુમારે 1965માં આવેલી ફિલ્મ ‘વક્ત’માં રામપુરી ચાકુને ખૂબ જ પ્રખ્યાત કરી હતી. તે ફિલ્મમાં, તે હાથમાં રામપુરી સાથે જોવા મળે છે અને કહે છે ‘જાની…. આ બાળકો માટે રમવાની વસ્તુ નથી’. આ ડાયલોગ પછી રામપુરી રામપુરી ચાકુ વધુ ફેમસ થયુ હતું. આ હથિયારનો ઉપયોગ 60 અને 70ના દાયકાની ફિલ્મોમાં વિલન દ્વારા કરવામાં આવતો હતો.

ઉત્તર પ્રદેશના લખનૌથી 322 કિમી દૂર આવેલું આ રામપુર ગામ એક સમયે ખાંડ અને કપાસની મિલો માટે જાણીતું હતું, પરંતુ અહીં મોટી સંખ્યામાં છરીના કારીગરો પોતાનો વ્યવસાય ચલાવતા હતા. બ્લેડ કરતાં રામપુરી ચાકુના હેન્ડલની ડિઝાઇન વધુ ચર્ચામાં રહેતી હતી. અમુક છરી બટન દબાવવાથી ખુલી જતી અને અમુક કર્કશ અવાજ કરતી વખતે ખુલી જતી.

રામપુરી ચાકુની ડિઝાઇન સિંહ, મોર, માછલીની હતી

રામપુરી ચાકુની ખાસ વાત એ હતી કે તેની પાછળની બાજુએ અલગ અલગ ડિઝાઈન હતી. કેટલાકમાં મોર અને કેટલાકમાં સિંહ, માછલી વગેરેની ડિઝાઈન લોકોને પસંદ પડી હતી. સૌથી સુંદર ડિઝાઇન ધરાવતી છરી પણ એટલી જ મોંઘી હતી. આ ડિઝાઈન બનાવવા માટે લોકો મોટા મોટા કારીગરોનો સંપર્ક કરતા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.