ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના નંદાસણ પંથકના 27માંથી 11 ગામોનાં 14 રોડ સાવ ખરાબ હાલતમાં છે. આ રસ્તા પરથી પસાર થતાં ગ્રામજનો સહિત વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કૈયલને 4 ગામોને જોડતાં તમામ રોડ ભંગાર થઇ ગયા છે. જેમાં સૌથી વધુ ખરાબ હાલત કૈયલથી ગણેશપુરા રોડની છે. આ રોડ બાબતે ગામજનોએ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે.
ઝુલાસણથી વડુ રોડ 11 વર્ષ અગાઉ બનાવાયો હોવા છતાં રિપેરિંગ કે નવો બનાવાતો નથી. રાજપુર-લક્ષ્મીપુરા રોડ 4 વર્ષમાં જ તૂટી ગયો છે. ગ્રામજનો અહીં આવેલી કંપનીઓના ભારે વાહનો પસાર થતાં હોઇ રોડ તૂટી ગયો હોવાનું જણાવે છે. ડાંગરવા-ટાંકિયાનો બિસ્માર રોડ બાઇક અને રિક્ષા સહિતના વાહનચાલકો માટે માથાના દુ:ખાવા સમાન બની ગયો છે.
— આ રોડની હાલત સાવ ભંગાર છે:
(1) નંદાસણથી આનંદપુરા (2) ગણેશપુરાથી માથાસુર (3) ખેરપુરથી હાઇવે (4) ઉમાનગરથી નંદાસણ હાઈવે(5) ડાંગરવાથી ટાંકિયા (6) કૈયલથી નંદાસણ (7) કૈયલથી ગણેશપુરા (8) કૈયલથી વડપુરા (9) કૈયલથી આનંદપુરા (10) રાજપુરથી હાઇવે (11) રાજપુરથી લક્ષ્મીપુરા (12) વડુથી નારોલા (13) ઘુમાસણથી સેન્ડવિક હાઈવે (14) ઝુલાસણથી વડુ રોડ
તસ્વીર અને અહેવાલ —જૈમિન સથાવરા– કડી


