ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી રાજ્ય કક્ષાના અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે કાર્યક્રમમાં હાજરી આપી સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા કાર્યક્રમમાં જોડાયા પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ ભાગ લીધો.

જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાદું અને પ્રાંત અધિકારી વિમલભાઈ ચૌધરીએ યોગ કર્યા. જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અને જિલ્લા પોલીસ વડા વિજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા. હિંમત હાઈસ્કૂલ અને ત્રિવેણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો. રમત-ગમત સંકુલના વિદ્યાર્થીઓ અને વિવિધ વિભાગના કર્મચારીઓએ યોગ કર્યા. 21મી જૂને યોજાયેલા આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ આઇકોનિક સ્થળો પર નાગરિકોએ યોગ કર્યા.

હિંમતનગર રેલવે પોલીસ સ્ટેશનમાં 21 જૂન વિશ્વ યોગ દિવસના ઉપક્રમે હિંમતનગર આરપીએફ ના ઇન્સ્પેક્ટર શિવનાથ મીના.સબ ઇન્સ્પેક્ટર હરેશ ચૌહાણ.સબ ઇન્સ્પેક્ટર રાજા જૈફ તેમજ સ્ટાફ દ્વારા યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો. યોગ દિવસના ઉપક્રમે સમસ્ત દેશવાસીઓને પણ યોગને પોતાના રોજિદા જીવનમાં અપનાવી સ્વસ્થ રહેવા માટેનો સમસ્ત દેશવાસીઓને સંદેશો આપવામાં આવ્યો હતો.

હિમતનગર જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ-હિમતનગર દ્વારા જેલ અધિક્ષક જે.જી. ચાવડા, જેલર, જેલ સ્ટાફ, બંદીવાનો તેમજ સાબરકાંઠા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી સી.પી. ચારણ અને DLSA સ્ટાફની વિશેષ ઉપસ્થિતીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં અધિકારી, કર્મચારી અને બંદીવાનો સહિત 265 લોકો દ્વારા યોગ દિવસનું સફળ આયોજન કરવામાં આવ્યું.




