વિસાવદરમાં AAPના ઐતિહાસિક વિજયની થરાદમાં કાર્યકરોએ ફટાકડાં ફોડી અને મિઠાઈ વહેંચી ઉજવણી કરી…

June 24, 2025

ગરવી તાકાત થરાદ : વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ મહત્વપૂર્ણ વિજય મેળવ્યો આ જીતની ઉજવણી થરાદમાં AAPના કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવી.

બળીયા હનુમાનજી ચોક પર પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડ્યા તેમણે મિઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી થરાદ આમ આદમી પાર્ટીના નેતા થાનાભાઈ પટેલે વિસાવદરની જનતાનો આભાર માન્યો તેમણે કહ્યું કે વિસાવદરની જનતાએ સમગ્ર ગુજરાતને એક સ્પષ્ટ સંદેશ આપ્યો.

2025ની આ પેટાચૂંટણીમાં ત્રણ મુખ્ય પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી AAPએ ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલ હતા અને કોંગ્રેસે નિતિન રાણપરીયાને ટિકિટ આપી હતી આ ત્રિપાંખિયા જંગમાં AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ વિજય મેળવ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0