વડાપ્રધાનના આગમન પૂર્વે મહિલાઓનું જળ આંદોલન : ગામડાઓમાં સ્વૈચ્છિક બંધ

શેર કરવા અહીં ક્લિક કરો.

— પાલનપુરમાં ઠેર ઠેર પોસ્ટર લાગતાં ગરમાવો :

— મલાણા તળાવમાં પાણી ભરવા 13 એપ્રિલના રોજ પાલનપુર શહેરમાં વિશાળ રેલી યોજવામાં આવશે:

ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠામાં આગામી તા.૧૯ એપ્રિલના રોજ દિયોદરના સણાદાર ખાતે બનાસડેરીના નવિન પ્લાન્ટના ઉદ્દઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર છે. જેમના આગમન પૂર્વે પાલનપુરના મલાણા તળાવમાં પાણી ભરવાની માંગ સાથે પાલનપુરમાં મહિલાઓનું જળ આંદોલન યોજાનાર છે. જેને લઈ શહેરમાં ઠેરઠેર જળ આંદોલનના પોસ્ટરો લાગ્યા છે.

બનાસડેરી દ્વારા દિયોદર તાલુકાના સણાદર ખાતે નવિન પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. જેનું ૧૯ એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ધાટન યોજનાર છે. જે પૂર્વે પાલનપુર તાલુકાના મલાણા ગામના તળાવમાં નર્મદાનું ભરવાની માંગ બુલંદ બની છે.

જેમાં અગાઉ ખેડૂત આંદોલન બાદ આગામી૧૩ એપ્રિલના રોજ ફરી એક વાર મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો પાલનપુરમાં જળ આંદોલન યોજશે. જેમાં પાલનપુરના બિહારી બાગ થી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજવામાં આવશે અને જિલ્લા કલેક્ટરને મલાણા તળાવમાં પાણી ભરવા આવેદનપત્ર પાઠવવામાં આવશે.મલાણા તળાવ પાણી ભરવા ૧૩ એપ્રિલે પાલનપુર માં જળ આંદોલનને લઈ આ પંથક ના ગામડાઓના લોકોને સ્વંયભુ રેલીમાં જોડાવવા અને આ પંથકના ગામડામાં દુકાનો બંધ રાખવાનું એલાન કરાયું છે.

— જળ આંદોલનમાં વિવિધ કિસાન સંગઠનો જોડાશે :

મલાણા તળાવમાં પાણી ભરવાની માંગ દિન પ્રતિદિન બુલંદ બની રહી છે. જેમાં મહિલાઓ સહિત ખેડૂતો પાલનપુરમાં વિશાલ રેલી છે. જેમાં બિહારી બાગ પાસે સભા યોજ્યા બાદ વિશાલ પગપાળા રેલી યોજી યોજાશે જેમાં કિસાન સંઘ, એગ્રો એસોસિએશન સહિતના ખેડૂત સંગઠનો જોડાશે.

— પાણી નહિ તો વોટ નહિની ચીમકી અપાઈ :

મલાણા તળાવમાં પાણી ભરવાની માંગ નહિ સંતોષાય તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરાશે અને આ પંથકના ગામોમાં રાજકીય નેતાઓ  પ્રવેશવામાં નહીં આવે તેવી ચિમકી અપાઈ છે.

તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.