પાટણમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી રોગચાળાની ભીતિ વચ્ચે મહિલાઓએ પાલિકામાં કરી રજૂઆત…

July 8, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ શહેરના વોર્ડ નંબર 1ના કલારવાડા વિસ્તારમાં વરસાદી અને ગંદા પાણીના ભરાવાની સમસ્યા ગંભીર બની સ્થાનિક રહીશો આ સમસ્યાથી ત્રસ્ત થોડા સમય પહેલા કલારવાડામાં સી.સી. રોડનું નિર્માણ કરવામાં આવ્યું કોન્ટ્રાક્ટરે યોગ્ય ઢાળ ન આપતા મહોલ્લાના મધ્યભાગમાં વરસાદી અને ઘર વપરાશનું પાણી ભરાય આ કારણે સ્થાનિકો વચ્ચે અવારનવાર ઝઘડા થાય.

Waterlogging problem in Kalarwada, Patan | પાટણના કલારવાડામાં પાણી ભરાવાની  સમસ્યા: રોગચાળાની ભીતિ વચ્ચે મહિલાઓએ પાલિકામાં ઉગ્ર રજૂઆત કરી - Patan News  | Divya Bhaskar

ભરાયેલા પાણીને કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનેક ઘરોમાં લોકો બીમાર પડ્યા આ સમસ્યાના સમાધાન માટે આજે કલારવાડાની મહિલાઓ મોટી સંખ્યામાં પાટણ નગરપાલિકા કચેરીએ પહોંચી.

મહિલાઓએ પાલિકા પાસે નવો રોડ બનાવવા અને યોગ્ય ઢાળ આપી પાણીનો નિકાલ કરવાની માગ કરી છે. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. શહેરમાં ઠેર-ઠેર ભૂગર્ભ ગટર, પીવાના પાણી અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી રહી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0