- ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે કહ્યું કે, સરકારે કોઈપણને પૂછ્યા વગર આ નિર્ણય કર્યો છે જે ધાનેરાના લોકો સાથે અન્યાય છે.
- તો ધાનેરાના સ્થામિક ધર્મેન્દ્રભાઈ રાજગોરે કહ્યું કે, જો અમારી માંગ નહિ સ્વીકારાય તો અમે 4 તારીખે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું.
- અન્ય એક સ્થાનિક કાળુંભાઈ તરકનું કહેવું છે કે, જો અમારી માંગ નહિ સ્વીકારાય તો અમે રસ્તા ઉપર ઉતરીને ઉગ્ર આંદોલન કરીશું તેની જવાબદારી સરકારની રહશે.
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હવે કાંકરેજ, ધાનેરા અને દિયોદરમાં ઘમાસાણ શરૂ થયું છે. લોકો અને નેતાઓ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે સરકાર પોતાનો નિર્ણય બદલે છે કે યથાવત રાખે છે.કાંકરેજ અને ધાનેરા તાલુકાના લોકો પોતાને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા દેવાની માંગ કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે તો બીજી બાજુ દિયોદર તાલુકાના લોકોએ અને વેપારીઓએ દિયોદરને નવા
જિલ્લાનું મુખ્ય મથક બનાવી તેને ઓગડ જિલ્લો જાહેર ન કરતા ભારે રોષ વ્યકત કરી પોતાના ધંધા રોજગાર બંધ રાખીને શહેરમાં રેલી નીકાળી પ્રાંત કચેરીએ સુત્રોચાર કરતા પહોંચ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પહોંચીને તેમને સાથ આપી તમામ લોકોએ એક થઈને દિયોદરને જિલ્લો જાહેર કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદર જ બધા તાલુકાઓમાં સેન્ટરમાં છે જેથી તમામ તાલુકાના લોકો સરળતાથી દિયોદર આવી શકે તેથી દિયોદર જ જિલ્લો બનવો જોઈએ તેવી માંગ સાથે પ્રાંત કચેરીએ જ ધામાં નાંખી દીધા હતા.
જ્યાં ભાજપ નેતા અને દિયોદર માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન કાળુંભાઈ તરકે જાહેરમાં કહ્યું કે જિલ્લો જોઈતો હશે તો પંજાબના ખેડૂતોની જેમ લડવું પડશે. સામે સરકાર છે એટલે આપડે લડવું પડશે. કોંગ્રેસ -ભાજપના આગેવાનોએ એક થઈને લડવું પડશે.દિયોદરને નવા જિલ્લાનું મથક બનાવી આંગડ જિલ્લો નામ આપવાની માંગ સાથે વિરોધ કરી રહેલા લોકોની સાથે બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા જોડાયા હતા અને તેમને કહ્યું હતું કે સરકારનો આ નિર્ણય એકતરફી છે. થરાદના બે પાંચ કોન્ટ્રાકટર અને ઉદ્યોગપતિ અને ત્યાંના લોકોને રાજી રાખવા માટે મોટો નાણાકીય વ્યહવાર થયો છે મોટા હપ્તા આપીને આ નિર્ણય કરાયો છે..જેથી ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ કરીશું.આમ, બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હવે કાંકરેજ, ધાનેરા અને દિયોદરમાં ઘમાસાણ શરૂ થયું છે. લોકો અને
નેતાઓ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે સરકાર પોતાનો નિર્ણય બદલે છે કે યથાવત રાખે છે.તો બીજી તરફ કાંકરેજની જેમ ધાનેરાના લોકોએ પણ નવા વાવ-થરાદ જિલ્લામાં જવાનો ઇનકાર ક્રરીને ધાનેરાના લાલાચોક ખાતે ‘અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લો’ ના સુત્રોચાર કરીને વિરોધ પ્રદશન કર્યું હતું. જેમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિત ખેડૂતો તેમજ અનેક સંગઠનો અને લોકો જોડાયા હતા તેવો લાલચોકથી સુત્રોચાર કરતા ધાનેરા પ્રાંત કચેરીએ પહોંચીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની ઉગ્ર માંગ કરી હતી અને આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરતા અમારા વિસ્તારના ઘણા લોકોને થરાદ જવું બહુ દૂર પડી જશે થરાદ કરતા પાલનપુર ધાનેરાના અનેક ગામડાઓને 30 થી 35કિલોમીટર જ પડે છે તેમજ અમારો સામાજિક અને રોજિંદા વ્યવહાર પાલનપુર સાથે છે અને બાળકોનું શિક્ષણ પાલનપુર થઈ રહ્યું છે,
અમારા અમારા મોટાભાગના લોકોને ધંધા પાલનપુર અને અમદાવાદ છે એટલે એમને પાલનપુરના બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે નહિ તો અમે 4 તારીખે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું.અને રસ્તા ઉપર ઉતરીશું અને જે પણ થશે તેની જવાબદારી સરકારની રહેશે.