શું આ રીતે ભણશે ગુજરાત ?. બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તકની શાળાની દયનીય હાલત

April 15, 2022

– પાલનપુરના માલણ દરવાજા વિસ્તારની પ્રાથમિક શાળાનું મકાન ગમે ત્યારે કડડભૂસ થાય તેવી સ્થિતિમાં :

ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તકની પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાનું મકાન ગમે ત્યારે કડડભૂસ થઈ જાય તેવી સ્થિતિમાં ઊભેલું જોવા મળી રહ્યું છે. અહીં શાળાની છત સહિત આખુ મકાન ઠેક ઠેકાણેથી જર્જરીત જણાઈ રહ્યું છે. ત્યારે જિલ્લા પંચાયતના સત્તાધીશો જાણે કોઈ મોટી જાનહાનિ ની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાનું મકાન જર્જરીત હાલતમાં છે શાળાના છતના પોપડા ખરતા દેખાઈ રહ્યા છે અહીં પંચાણું ટકા અભ્યાસ કરતાં બાળકો શ્રમિક અને ગરીબ પરિવારના અભ્યાસ કરવા આવે છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ બાબતે કોઈપણ કાર્યવાહી કરવામાં ન આવતા ચાલુ શાળાએ પણ પોપડા ખરી રહ્યા છે જેને કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવા તેવી ભીતી છે.
બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તક આવેલી આ શાળામાં મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે ગંભીરતા દાખવી તાત્કાલિક સરકારી શાળાના મકાનનું રિનોવેશન કામ હાથ ધરાવે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે. બનાસકાંઠામાં સૌથી વધુ ઓરડાઓની ઘટ છે. ૨૨૬ આંગણવાડીઓની હાલત સાવ જર્જરીત છે અને શાળાઓની પણ આ જ હાલત હોવાથી શું આ રીતે ભણશે ગુજરાત તેવા સવાલ ઉઠી રહ્યા છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0