દૂધસાગરની સત્તાના સિંહાસન પર બિરાજતા અગાઉ ‘‘ પ્રાણ જાય પણ બચન ન જાય ’’નું સગાવાદ આપેલું વચન અશોક ચૌધરીએ નિભાવ્યું કેમ નહી ?

July 11, 2023
  • મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન હાથમાં માઈક પકડીને બરાડ્યાં હતા કે અમારા કોઈ જ સગા ડેરીમાંથી લાભ નહિ લે, તો પછી SRNનું  ટેન્ડર ઉંચા ભાવે વેવાઈ દિનેશલાલને કોણે પધરાવ્યુ?

ગરવી તાકાત, મહેસાણા તા. 11 – મહેસાણા દૂધસાગર ડેરીમાં અઢી વર્ષ પૂર્વે ભાજપ સમર્થિત પરિવર્તન પેનલના નેજા હેઠળ સત્તા સ્થાને આવનાર અને ડેરીના સુકાની બનનાર અશોક ચૌધરી અને તેમની વિજેતા ટોળકી ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ અને તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાતે ગયા હતા. જે બાદ તેઓએ મિડીયા સમક્ષ એક સંબોધન આપીને કહ્યું હતું કે, પોતે અને તેમનો ચુંટાયેલો કોઈ પણ સભ્ય ડેરીમાં તેમના કોઈ જ સગા વ્હાલાને નોકરીએ નહિ રાખે કે કોન્ટ્રાકટ પણ નહિ આપે.

તેમજ ચૂંટણી ઢંઢેરામાં પણ પહેલા દિવસથી જ અમે કહેલું કે, ડેરીમાં બિન જરૂરી ખર્ચ અને મોટા પગારદારોને દૂર કરીને ખર્ચનું ભારણ ઘટાડીશું. જાે કે તેમના આ વિધાનોથી ખોટી રીતે ભરતી થયેલા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હોવાની વાત વહેતી થઈ હતી. જાે કે, ચેરમેન અશોક ચૌધરીએ જે ડંફાસો મિડીયાના માઈક પકડીને મારી હતી તે તમામ જૂઠ સાબિત થતી આ અઢી વર્ષના તેમના શાસનમાં જાેવા મળી રહી હોવાની હવા ઉડી છે. આ સંજોગોમાં તો પછી ડેરીમાંથી લાભ ન લેવાનું અશોકભાઇ  ચૌધરીએ આપેલું વચન પાળ્યું કેમ નહી અને ઊંચા ભાવનું SRNનું ટેન્ડર વેવાઇ દિનેશલાલને  કોણે પધરાવ્યું? ‘‘ પ્રાણ જાય પણ બચન ન જાય ’’નું વચન નિભાવવામાં અશોકભાઇ ચૌધરીએ કાચું કાપ્યું.

વિમાના કલેઈમની રકમ દૂધસાગર ડેરી આપે છેકે પછી તમો દૂધ મંડળીઓ પાસેથી જ વસુલાત કરી લો છો ?

મિ.અશોક ચૌધરી દૂધ ઉત્પાદકોના વિમાના કલેઈમ વધારીને તમે કોઈ મોટી તોપ નથી ફોડી દૂધ મંડળીઓ
પાસેથી કલેઈમની રકમ વસૂલીને જશ ખાટવાનું રહેવા દો…યે સબ પબ્લીક હૈ વો સબ જાનતી હૈ દૂધસાગર ડેરીના ચેરમેન જાણે ડેરીનો પાયો નાંખનાર મહાનુભાવોનું નામો નિશાન મિટાવી દેવા માંગતા હોય એ રીતે પોતાના હાથે જ પોતાની પીઠ થાંબડીને વાહ અશોકલાલ વાહ બોલતા હોય તેમ જાહેરાતોની ભરમાળ કરી દીધી છે.

તેઓ કહે છેકે, દૂધસાગર ડેરીના ૬૩ વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ રૂપિયા ૩૭પ કરોડ રૂપિયા જેટલો ભાવવધારો પશુપાલકોને તેઓ આપી રહ્યા છે. એટલું જ નહિ પરંતુ દૂધ ઉત્પાદકોના વીમાની મર્યાદા ૫૯ વર્ષ હતી તે વધારીને ૬૫ વર્ષ કરી સભાસદોના મૃત્યુ સમયે મળતી રકમ ૩૫ હજારની જગ્યાએ ૧ લાખ કરી અકસ્માત વિમાની રકમ ૧ લાખમાંથી બે લાખ કરી પરંતુ તમે એ સ્પષ્ટતા કરો કે આ વિમાના કલેઈમની રકમ દૂધસાગર ડેરી આપે છેકે પછી તમો દૂધ મંડળીઓ પાસેથી જ વસુલાત કરી લો છો ?

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0