કોરોના મહામારીને પગલે અનેક લોકોનો રોજગાર છીનવાઈ જતાં બે ટંકના ભોજન માટે પણ લોકો વલખા મારી રહ્યા છે. એવામાં કેન્દ્ર તથા રાજ્ય સરકારે સસ્તા અનાજની દુકાનો દ્વારા અનાજનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ મહેસાણા પુરવઠા વિભાગના અધિકારીઓની મીલીભગતને પગલે ગરીબોના હીસ્સાનુ અનાજ હડપ કરી બારોબાર વેચી મારવામાં આવી રહ્યુ છે. આ મામલાથી રાજ્યનુ વહીવટી તંત્ર પણ માહીતગાર હોવા છતાં આંખ આડા કાન કરી રહી છે.
મહેસાણાા જીલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને મળવાપાત્ર અનાજમાં મોટ પ્રમાણમાં કૌભાંડ આચરનાર આરોપીઓ ખુલ્લેઆમ આઝાદ ફરી રહ્યા છે. ગરીબોના ભાગનુ અનાજ હડપ કરી જનારા અધિકારીઓ સહીત વેપારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાં મહેસાણાની જનતામાં માંગ છે તેમ છતાં ગાંધીનગરના વહીવટીતંત્ર દ્વારા આ આરોપીઓને ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે જેથી તેઓ ભ્રષ્ટાચાર આચરી ગાંધીનગર સુધી હપ્તો પહોંચાડી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ 694 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે. જીલ્લામાં અનેક સ્થળો પર મોટા પ્રમાણમાં અનાજનુ બારોબારીયુ થતું હોવાનુ ખુલ્યુ છે જેમાં મહેસાણા પુરવઠા તંત્રના ભ્રષ્ટ અધીકારીઓની સંડોવણી પણ અનેક આંશકાઓ છે તેમ છતાં આ કર્મચારીઓ વિરૂધ્ધ કોઈ પગલા ભરવામાં આવતા નથી.
મહેસાણા જીલ્લામાં થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ સસ્તા અનાજના દુકાનદારોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ કેસમાં સંડોવાયેલ મહેસાણા પુરવઠાતંત્રના ભ્રષ્ટ અધિકારીઓ વિરૂધ્ધ કોઈ પણ કાર્યવાહી નહોતી કરાઈ. કેમ કે પુરવઠા અધિકારીઓની મીલીભગત વગર આ કૌભાંડ શક્ય નહોતુ. આ કૌભાંડીઓ લોકોને મળતાપાત્ર અનાજ કરતા ઓછો જથ્થો આપે છે તો કેટલાકને કુપન જ નથી આપતા. તો કેટલીકવાર અનાજને બારોબાર વેચી મારવાનુ કામ કરતા હોય છે. આમ કરી તેઓ ગરીબોનો કોળીયો છીનવવાનુ કામ છે. જેથી મહેસાણાની તમામ સસ્તા અનાજની દુકાનોનુ ઓનલાઇન ક્રોસ વેરીફીકેશન કરવામાં આવે તો જીલ્લામાંથી મોટ્ટા પ્રમાણમાં અનાજના કોંભાડનો પર્દાફાશ થઈ શકે એમ છે.