કડીમાં રોડ ઉપરથી પસાર થતી ગાયને બચાવવા જતા ગાડી ચાલકે ગાડી ડિવાઈડર ઉપર ચડાવી દીધી

August 30, 2022

— ગાયને બચાવવા જતા અકસ્માત સર્જાયો :

— રોડ ઉપર રખડતી ગાયોથી લોકો ત્રાહિમામ :

— કડીમાં રખડતી ગાયોના કારણે અનેક અકસ્માત થયા છે :

ગરવી તાકાત મહેસાણા : કડીના દેત્રોજ રોડ ઉપર  સવારે અચાનક જ રોડ ઉપર રખડતી ગાયો  ને બચાવવા જતા કાર ચાલકે પોતાની કાર ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી અને અકસ્માત સર્જાયો હતો  અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટી પડયા હતા સદસીબે કોઈ જાનહાની થઈ ન હતી
કડીના દેત્રોજ રોડ ઉપર આવેલ કમલમ પાર્ટી પ્લોટ સામે સવારે દેત્રોજ તરફથી કડી તરફ આવી રહી હતી કાર અને અચાનક જ રોડ ઉપરથી ગાયો પસાર થતા કાર ચાલકે પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો અને  રોડ ઉપરના ડિવાઈડર ઉપર ચડાવીને ઇલોક્ટ્રોનિક થાંભલા સાથે ધડાકા ભેર અથડાઈ ગઈ હતી ગાયો ને બચાવા જતા અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને કારચાલક તેમજ અન્ય કારની અંદર બેઠેલા ઇસમને કારની બહાર કાઢવામાં આવ્યો હતો  સદનસીબે   કાર ચાલક તેમજ અંદર બેઠેલ ઇસમને કોઇ જાનહાની થઇ ન હતી

— કડીમાં રખડતી ગાયોના ત્રાસથી અનેક અકસ્માત થયા છે :

કડી શહેરની અંદર જ્યાં ત્યાં રોડ રસ્તા ઉપર ગાયો અડીંગો જમાવીને રહેતી હોય છે ત્યારે રોડ રસ્તા ઉપરથી નીકળતા વાહનચાલકોને અડફેડે લે છે તેમજ અકસ્માત  થાય કે થોડાક દિવસો અગાઉ કડી શહેરની અંદર જાય બાઈકસવાર યુવાનને શિંગડા વડે રોડ પર પછાડ્યો હતો અને યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો  કડી શહેરની અંદર જે રસ્તા ઉપર રખડતી ગાયોએ અનેક લોકોને હુમલા કરીને ગંભીર રીતે ઘાયલ કર્યા છે ત્યારે  લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે પાલિકા દ્વારા  રખડતી ગાયોને નિરાકરણ કેમ લાવી શકતા નથી અને કડક કાર્યવાહી કેમ કરતા નથી

તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0