થરામાં વાજતેગાજતે ગણેશજી પધાર્યા નગરજનો એ ઉત્સાહ ભેર બાપા ને આવકાર્યાં

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત કાંકરેજ : બનાસકાંઠા જિલ્લામાં ગણેશજી સ્થાપના દિવસને લઈને ઠેર ઠેર ગણેશજી સ્થાપના કરવામાં આવી રહી છે.કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે અનેક સ્થળોએ ગણેશ ચતુર્થીને લઈ વિવિધ જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી.શ્રી ગણેશ યુવક મંડળ ગોગા ચોક, બહુચર માતાજી મંદિર ચોક અને તખતપુર વિસ્તારમાં રહીશો દ્વારા ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આજે ગણેશજીની સ્થાપના કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભવિકભક્તો  ઉપસ્થિત રહી ગણપતિ દાદાની મૂર્તિ લાવી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો સાથે મુર્તિ લાવી
ને ભુદેવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વિધિ વિધાન સાથે રાઠોડ જગદીશજી ગંગારામભાઈના નિવાસ સ્થાનેથી વાજતે ગાજતે ઢોલ નગર સાથે ગણેશજી ની મૂર્તિનું સ્વાગત કરી શોભાયાત્રા કાઢી તખતપુરા વિસ્તાર ખાતે તથા જેતા ગુરૂબાપુ ની મઢીએથી ગોગાચોક ખાતે શ્રી ગણેશ યુવક મંડળના રણજીત ઠાકોર,ગિરીશ ઠક્કર,અશોક ઠાકોર,રવિ ઠક્કર,ગોપાલ દરજી સહિત ભાવિક ભક્તો સાથે રહી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.ત્યારે દાદાના દર્શન માટે વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આરતીમાં રહીશો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં તેમજ ભક્તોને લાડુનો પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.