થરાદ તાલુકાના ગામડામાં હેલ્મેટ પહેરવું ફરજિયાત : નહીં તો થશે દંડ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના પાવડાસણ ગામના લોકો દ્વારા અનોખો ર્નિણય કરવામાં આવ્યો છે. આજથી ગામમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. બાઇક પર હેલ્મેટ પહેર્યા વગર કોઈ વ્યક્તિ ગામમાં નીકળશે અથવા દૂધ મંડળીમાં દૂધ ભરવવા આવશે તો તેને ૨૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

એક હાથમાં હેલ્મેટ અને બીજા હાથમાં દૂધની બરણી આ દ્રશ્યો છે બનાસકાંઠાના પાવડાસણ ગામના. થરાદ તાલુકાના પાવડાસણ ગામમાં ૨૦ દિવસ અગાઉ સાત બહેનોનો એકના એક ભાઈ શંકરભાઇ નામના યુવકનું અકસ્માતમાં મોત નીપજતા ગામ લોકો દ્વારા ભેગા મળીને અનોખો ર્નિણય કરવામાં આવ્યો, જે સમયે યુવકનું મોત નિપજ્યું હતું. તે સમયે યુવકને હેલ્મેટ પહેરલ નહોતું. આ બનાવ બાદ ગામના લોકોએ નિયમ બનાવ્યો કે ગામમાં બાઈક પર હેલ્મેટ વગર ફરવું નહીં અને ગામમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.