ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં સજાના વોરંટ ધરાવતા ફરાર આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત વડાલી પોલીસને સફળતા મળી છેલ્લા બે વર્ષથી સજા ભોગવવાથી બચવા નાસતો-ફરતો એક આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો વડાલી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ અને વોરંટ તામિલ કરવાની કામગીરી કરી રહી.

તે દરમિયાન તેમને બાતમી મળી ઈડરની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ફોજદારી કેસમાં બે વર્ષની સાદી કેદની સજા પામેલો આરોપી રમેશભાઈ કાંતિભાઈ ચેનવા પોતાના ઘરે આવ્યો આ બાતમીના આધારે વડાલી પોલીસે તાત્કાલિક રામપુર (ફુ) ગામે દરોડો પાડ્યો.

તપાસ દરમિયાન ત્યાંથી એક શખ્સ મળી આવ્યો પૂછપરછમાં તેણે પોતાનું નામ રમેશભાઈ કાંતિભાઈ ચેનવા જણાવ્યું ઓળખની ખાતરી થયા બાદ પોલીસે તેને સજાના વોરંટના આધારે કાયદેસર રીતે ઝડપી લીધો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને જેલ હવાલે કરવાની તજવીજ શરૂ કરવામાં આવી.


