ગરવી તાકાત સાબરકાંઠા : વડાલી પોલીસે ચોરીના બાઈક સાથે રાજસ્થાનના એક શખ્સને ઝડપી પાડ્યો નંબર પ્લેટ વગરના વાહન પરથી શંકા જતાં આબુરોડથી ચોરાયેલા બાઈકનો ભેદ ઉકેલાયો સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વડાલી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગ કરી રહી ધામડી પાટીયા પાસે નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ શંકાસ્પદ હાલતમાં પસાર થતાં પોલીસે તેને અટકાવી.
![]()
બાઈક ચાલક પાસેથી વાહનના દસ્તાવેજો માંગવામાં આવતાં તે કોઈ પુરાવો રજૂ કરી શક્યો ન પોલીસે તેની કડક પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ કાન્તીલાલ લાલુભાઈ ગરાસીયા (ઉંમર 34, રહે. ઉપલી જોગીવાડ, જિ. ઉદયપુર, રાજસ્થાન) જણાવ્યું વાહનના કાગળો ન મળતાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાઈકના એન્જિન તથા ચેસીસ નંબરના આધારે તપાસ હાથ ધરી.

આ તપાસમાં જાણવા મળ્યું કે GJ-08-SP-7077 નંબરની આ બાઈક 26 એપ્રિલે રાજસ્થાનના આબુરોડ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ વડાલી પોલીસે આરોપી કાન્તીલાલ ગરાસીયાની ધરપકડ કરી બાઈક જપ્ત કર્યું આ અંગે આબુરોડ પોલીસને જાણ કરવામાં આવી અને આરોપીને સોંપવાની કાર્યવાહી ચાલી રહી પોલીસ તેની અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે પણ વધુ તપાસ કરી રહી.


