મહેસાણા દૂધસાગરની જાહેરાત મતદાન કરો અને પ્રતિ લિટરે 1 રૂપિયો વધુ મેળવો 

April 30, 2024

મહેસાણા દૂધસાગર ડેરીના પાંચ લાખ મતદાન કરનાર પશુપાલકોને 1 લીટર દૂધ ભરાવવા પર 1 રૂપિયો વધુ અપાશે 

મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા મતદારો વધુમાં વધુ મતદાન કરવાનો જાગૃતિ પ્રયાસ

ગરવી તાકાત, મહેસાણા તા. 30 – લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે દરેક જિલ્લાઓમાંથી વધુમા વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામા આવી રહ્યા છે. લોકોને મતદાનના મહત્વ વિશે વહવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો થકી માર્ગદર્શન પુરુ પાડવામાં આવી રહ્યું છે. શાળાઓમાં, વિવિધ સંસ્થાઓમાં, જાહેર કાર્યક્રમ થકી મતદાન ફરજિયાત કરવાની બાબત વિશે સમજણ પુરી પાડવામાં આવી રહી છે.

Mehsana: દૂધસાગર ડેરીએ પશુપાલકોને આપી નવા વર્ષની ભેટ, ફેટના ભાવમાં કર્યો 20 રૂપિયાનો વધારો - Gujarati News | Mehsana: Dudhsagar Dairy gave a New Year gift to cattle farmers, increased ...

જેથી તમામ નાગરીકો મતદાનના દિવસે મતદાનનું મહત્વ પોતાના વોટની કિંમતની કદર કરી મતદાન કરવા જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા પણ મતદાન જાગૃતિ અંતર્ગત એક પ્રેસ કોન્ફરન્સ યોજી મહેસાણા દૂધસાગરમાં સમાવિષ્ટ તમામ દૂધ મંડળીઓના પશુપાલકોને મતદાનના દિવસે મતદાન કરનારને એક લીટરે દૂધમાં 1 રૂપિયો વધુ આપવાની જાહેરાત કરી મતદાન જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

દૂધ સાગર ડેરી દ્વારા પશુ પાલક માટે મતદાન જાગૃતિ માટે જાહેરાત કરાઈ છે. જેમાંજે પશુ પાલક મતદાનના દિવસે વોટિંગ કરશે તેને દૂધમાં પ્રતિ લીટરે 1 રૂપિયો વધુ મળશે. ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે આ મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે.

મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા આ જાહેરાતથી આશરે 5 લાખ જેટલા પશુપાલકો માટે જાહેરાત કરાઈ છે. મતદાનના દિવસે મતદાન કર્યાનું નિશાન બતાવનારને સીધો લાભ અપાશે. દૂધમાં પ્રતિ લીટર 1 રૂપિયો વધારાનો ચૂકવી પશુપાલક મતદાતાઓને પ્રોત્સાહન અપાશે. દૂધ સાગર ડેરી સાથે 1503 દૂધ મંડળીઓ અને 5 લાખ પશુ પાલકો જોડાયેલા છે. એક દિવસમાં અંદાજે 30 લાખ રૂપિયા વધુ ચૂકવાશે.

એટલું જ નહીં, દૂધ સાગર ડેરીએ દૂધ ભરાવવા આવતા પશુપાલકોને આપતી સ્લીપમાં પણ મતદાન જાગૃતિનો મેસેજ લખવામાં આવ્યો છે. જેના કારણે પશુપાલકોમાં મતદાન જાગૃતિ માટે અવેરનેસ આવી શકે. 1503 મંડળીઓ ઉપર દૂધસાગર ડેરીએ શપથ લેવડાવ્યા હોવાની પણ માહિતી છે. 5 લાખ પશુપાલકો પાસે મતદાન કરવાના શપથ લેવડાવ્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0