ગરવી તાકાત કાંકરેજ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.એ.સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટસ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરામાં તા.૦૬/૦૮/૨૦૨૨ ના રોજ એન.એન.એસ વિભાગ દ્વ્રારા “મતદાન જાગૃતિ”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિ.ડૉ.ડી.એસ.ચારણ દ્વારા મારો મત મારૂ ભવિષ્ય જેવા વિવિધ વિષય ઉપર અને વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે કોલેજના તમામ વિદ્યાર્થીઓ ,એન.એન.એસ વોલેન્ટીયર,પ્રા.વાઘુભાઈ દેસાઈ,પ્રા.મધુબેન પરમાર વગેરે તમામ સ્ટાફ ગણ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા.ગૌરવભાઇ એ શ્રીમાળી અને કૌશલભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ


