- દેશના વિવિધ પ્રાંતો અને રાજ્યનો વિવિધ જિલ્લાઓમાંથી ચૌધરી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
- માણસાના સોલૈયા ગામે વિશ્વા આંજણા મહાસંમેલનમાં સમાજની એકતાના દર્શન થયાં
- આંજણા ચૌધરી સમાજે પરિશ્રમ અને આગવી સૂઝથી ગ્રામ્ય સંસ્કૃતિ, કૃષિ, પશુપાલન અને ડેરી વ્યવસાયને નવી દિશા આપી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલગરવી તાકાત, મહેસાણા 08- માણસા તાલુકાના સોલૈયા ગામ ખાતે આજે યોજાયેલા વિશ્વ આંજણા મહાસંમેલનમાં દેશના વિવિધ પ્રાંતો અને રાજ્યનો વિવિધ જિલ્લાઓમાંથી ચૌધરી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એન.આર.આઇ ખાસ મહાસંમેલનના મહેમાન બની ઉપસ્થિત રહ્યા હતા. સોલૈયાની પાવન ભૂમિ પર આંજણા ચૌધરી સમાજની જનમેદની ઉમટી પડતાં સમાજની એકતા સંગઠન અને તાકાતનો પરચો જાેવા મળ્યોં હતો. આ વિશ્વ આંજણા મહા સંમેલનના અધ્યક્ષ અને અમેરિકા -કેનેડાના ચૌધરી સમાજના પ્રમુખ રમણભાઇ પટેલ અને તેમની ટીમના સમાજના સ્વયંસેવક યુવાનોએ સોલૈયા ગામના શામિયાણા માટે આવનાર તમામ મહેમાનો અને સમાજના ભાઇ બહેનો સહિત વડીલોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે પ્રકારે સુંદર આયોજન ગોઠવવામાં આવ્યું હતું. એક માસ અગાઉથી સોલૈયાના વિશાળ મેદાનમાં તમામ તૈયારીઓ કરવામાં આવી રહી હતી. સોલૈયામાં યોજાયેલા વિશ્વ આંજણા મહાસંમેલનમાં સ્નેહ મિલન સમારંભને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામે યોજાયેલા વિશ્વ આંજણા મહાસંમેલનને સંબોધતાં જણાવ્યું હતું કે, આંજણા ચૌધરી સમાજે પરિશ્રમ અને આગવી સૂઝથી ગ્રામ્ય સંસ્કૃતિ, કૃષિ, પશુપાલન અને ડેરી વ્યવસાયને નવી દિશા આપી છે. ગુજરાતે સમાજ શક્તિને વિકાસ સાથે જાેડવાનો પરિચય દેશ-દુનિયાને આપ્યો છે. ગુજરાતની જનતાએ સરકાર પ્રત્યે વ્યક્ત કરેલા અપાર વિશ્વાસને કારણે જવાબદારી બેવડાઇ છે. ત્યારે રાજ્યના પ્રત્યેક સમાજના સર્વાગી અને સમ્યક વિકાસમાં ક્યાંય કચાશ રખાશે નહી. પ્રત્યે સમાજના સર્વાગી વિકાસે ગુજરાતની પ્રગતિને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના પ્રયાસને કર્મમંત્ર બનાવીને રાજ્યના વિકાસને સફળતાની નવી ઉંચાઇ આપી છે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, યોગ્ય પ્રોત્સાહન મળે તો પ્રગતિ કેવી રીતે કરી શકાય તે આંજણા ચૌધરી સમાજે દર્શાવ્યું છે. મુખ્યમંત્રીએ સમાજના વિકાસલક્ષી પરિશ્રમની નોંધ લઇ સમાજના પ્રત્યેક માનવ સુધી વિકાસની સફળ પહોંચે તેવી કાર્યપ્રણાલી રાજ્ય સરકારે અપનાવી છે.
બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ, રાજસ્થાનના જાલોર-સિરોહીના સંસદસભ્ય દેવજીભાઇ એમ.પટેલ, અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શેઠ હરિભાઇ ચૌધરીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું રમણભાઇ ચૌધરીના આ કાર્યને બિરદાવ્યું હતું. તેમજ સમાજને વ્યસન મુક્ત સમાજ, તંદુરસ્ત સમાજનું ઘડતર, શિક્ષિત સમાજ બને તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પ્રસંગે માણસાના ધારાસભ્ય જે.સી.પટેલ, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, બનાસકાંઠાના પૂર્વ સાંસદ હરિભાઇ ચૌધરી, માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઇ ચૌધરી, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઇ ચૌધરી, પૂર્વ મંત્રી હરજીવનભાઇ પટેલ, સહિત આમંત્રિત મહાનુભાવો અને દેશના વિવિધ પ્રાંતો અને રાજ્યનો વિવિધ જિલ્લાઓમાંથી ચૌધરી સમાજના અગ્રણી બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૨૦૦થી વધુ સંખ્યામાં એન.આર.આઇ ખાસ મહાસંમેલનના મહેમાન બની ઉપસ્થિત રહ્યા હતા.
આંજણા ચૌધરી સમાજ પુરુષાર્થ કરીને આગળ આવનારો સમાજ છે : વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી
આ પ્રસંગે મહા સંમેલનમાં સંબોધતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે જણાવ્યું હતું કે, આ સમાજ પુરુષાર્થ કરીને આગળ આવનારો સમાજ છે. ચૌધરી સમાજનો મોટો વર્ગ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ઘણા પરિવાર આજે પણ મહેનત-મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવે છે. સરકારનો પારદર્શિતાનો અભિગમ મહેનત કરનારા માટે લાભદાયી બન્યો છે. છેલ્લા થોડાક સમયમાં સમાજના યુવાનોએ અથાગ મહેતન કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી છે. સરકારમાં એક કર્મનિષ્ઠ કર્મયોગી તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ દેશ- રાજ્યના વિકાસના માર્ગ ઉપર જઇ રહ્યો છે. સરકારના આ વિકાસલક્ષી અભિગમે આ સમાજે સમર્થન કર્યુ છે. આજે સમગ્ર સમાજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે.
વડાપ્રધાન મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રને મૂર્તિમંત ચૌધરી સમાજ કરશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો : વિશ્વ આંજણા મહાસંમેલનના અધ્યક્ષ રમણભાઇ ચૌધરી
વિશ્વ મહાસંમેલનના મંચ ઉપરથી સમાજની જનમેદનીને નતમસ્તક કરીને વિશ્વ આંજણા મહાસંમેલનના અધ્યક્ષ અને અમેરિકા- કેનેડા ચૌધરી સમાજના પ્રમુખ રમણભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય હેતુ ચૌધરી સમાજને વિશ્વફલક પર ઉજાગર કરવાનો છે. સમાજ સંગઠિત થાય અને પરિવર્તન સાથે વિકાસના આયામ સર કરે તે ખુબ જરૂરી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રને મૂર્તિમંત આ ચૌધરી સમાજ કરશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


