વિસનગર થી વડનગર હાફ મેરેથોન દોડનું આયોજન કરવામા આવ્યો 150 જેટલા દોડવીરોએ ભાગ લીધો

શેર કરવા અહીં ક્લિક કરો.

— વિસનગરથી વડનગર કિર્તી તોરણ સુધી અંદાજીત 14 કિલોમીટર સુધીની દોડમાં રમતવીરોએ ઉત્સાહથી ભાગ લીધો હતો :

— જેમાં પ્રથમ પાંચ આવેલ દોડવીરોનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા :

ગરવી તાકાત મહેસાણા : આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ વડનગરના ભવ્ય ઇતિહાસથી વિશ્વ પરિચીત થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે ઓ.એન.જી.સીના (ONGC) સંયુક્ત ઉપક્રમે વિસનગરથી વડનગર હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસનગર મહેસાણા ચાર રસ્તા ખાતેથી 150 જેટલા દોડવીરોએ ઐતિહાસિક નગરી વડનગર સુધી દોડ લગાવી હતી.

વિસનગરથી વડનગર કિર્તી તોરણ સુધી અંદાજીત 14 કિલોમીટર સુધીની દોડમાં રમતવીરોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.જેમાં પ્રથમ પાંચ આવેલ દોડવીરોનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 01 કલાક 23 મિનિટમાં પ્રથમ નંબરે આવનાર અર્થ પટેલ,બીજા નંબરે 01 કલાક અને 30 મિનીટમાં આવનાર અનિલકુમાર, ત્રીજા નંબરે 01 કલાક અને 31 મિનિટ 67 સેકન્ડમાં આવનાર નિર્ભય દેસાઇ, ચોથા નંબરે 01 કલાક 31 મિનિટ અને 23 સેકન્ડમાં આવનાર કૌશિકભાઇ તેમજ પાંચમા નંબેર 01 કલાક અને 32 સેકન્ડમાં આવનાર ડી.એલ.આર રવિરાજસિંઘ રાજપૂતનું સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલની પ્રેરણા અને માર્ગદર્શનથી વડનગર ખાતે વડનગરનો વારસો અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે વડનગરનો વારસો” કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં વડનગર ખાતે 26 નવેમ્બરના રોજ મહેસાણા જિલ્લાની વિવિધ 75 શાળાઓના 150 વિધાર્થીઓ વડનગરના વિવિધ પ્રાચીન અને અર્વાચીન સ્થળોની મુલાકાત કરી હતી. ત્યાર બાદ 04 ડિસેમ્બરના રોજ 150 થી વધુ સાયક્લીસ્ટો મહેસાણાથી વડનગરની સાયકલ યાત્રા કરી હતી. 24 ડિસેમ્બરે વડનગર તાના-રીરી સમાધિ સ્થળ ખાતે 75 વિધાર્થીઓએ વડનગરના ઐતિહાસિક સ્થળો કિર્તીતોરણ,હાટકેશ્વર મહાદેવ,શર્મિષ્ઠા તળાવ અને દરવાજાના ચિત્રો કાગળ ઉપર બાળકોની મૌલિકતા પ્રમાણે ચિત્રો દોર્યા હતા. આ ઉપરાંત 07 જાન્યુઆરીએ વડનગરના આ વૈવિધ્યસભર કાર્યક્રમમાં 75 માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 750 વિવિધ જાતના વૃક્ષોમાં વડ,લીમડો,બોરસલ્લી,સપ્તપદી,પીપળો સહિત આર્યુવેદિક અન્ય વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી અને આગામી સમયમાં તેના જતન અને સંવર્ધન માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

હાફ મેરેથોન દોડ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે વિસનગરથી વડનગર સુધી હાફ મેરેથોન થકી અન્ય લોકોને નવી પ્રેરણા મળી છે. જિલ્લાની નગરી વડનગર સમૃધ્ધ અને બેનમૂન વારસો ધરાવે છે જે વડગનરની પ્રાચીન ગરિમાને વ્યક્ત કરે છે જે વારસો નાગરિકો સુધી પહોંચે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે.

આ પ્રસંગે સુદિપ ગુપ્તા,એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર એસેટ મેનેજર ઓ.એન.જી.સીએ જણાવ્યું હતું કે ઓ.એન.જી.સી મહેસાણાએ જિલ્લાના વિકાસમાં તેની સામાજિક જવાબદારીના ભાગરૂપે હંમેશા સહયોગ આપ્યો છે. આગામી સમયમાં પણ જિલ્લાના વિવિધ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્મોનું આયોજન કરવામાં આવશે. હાફ મેરેથોન દોડના કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, ઓ.એન.જી.સીના અધિકારીઓ,કર્મયોગીઓ વડનગરના તાલુકાના અગ્રણીઓ,અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.