ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકા પોલીસે ભાલક ગામે દરોડો પાડી 1.73 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો આ કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પોલીસને બાતમી મળી કે ભાલક ગામનો રહેવાસી પઠાણ ઈરફાનખાન ઉર્ફે ચોટી અમન ઉલ્લાખાન,

ઈદગાહ પાછળ પોશાકાર સોસાયટી નજીક આવેલા ખરાબામાં પોતાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંતાડે આ બાતમીના આધારે, પોલીસ ટીમે ઘટનાસ્થળે દરોડો પાડ્યો ઓરડી નજીક પહોંચતા આરોપી પઠાણ ઈરફાનખાન ત્યાં હાજર જોકે, પોલીસની રેડ જોઈને તે અંધારાનો લાભ લઈ.
![]()
ખરાબામાંથી ભાગી છૂટ્યો પોલીસે ઓરડીની તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 1392 બોટલ અને 216 બિયર ટીન મળી આવ્યા કુલ રૂ.1,73,400 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો ફરાર પઠાણ ઈરફાનખાન વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી.


