ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકા પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ અને હેરાફેરી કરતા બે આરોપીને મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી પિક અપ બોલેરો ગાડીમાંથી 7.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી કે, કડાથી કમાણા જતા રોડ પર GJ .26.T.7744 નંબરની પિક અપ બોલેરો ગાડીનો ચાલક ચાઈનીઝ દોરી લઈને જવાનો.

આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કડા-કમાણા રોડ પર વોચ ગોઠવી બોલેરો પિક અપ ગાડીને આંતરી ગાડીની તપાસ કરતા, તેમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ભરેલા 18 બોક્સ મળી આવ્યા પોલીસે આ બોક્સમાંથી કુલ 864 નંગ ચાઈનીઝ રીલ જપ્ત કરી જેની કિંમત 4.32 લાખ રૂપિયા આંકવામાં આવી પિક અપ બોલેરો ગાડી સહિત કુલ 7.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો.

પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીઓ, ચૌધરી કનુભાઈ ગોવાભાઈ (રહે. બાપુપુરા, તા. માણસા) અને વાઘેલા અજયસિંહ ભૂપતસિંહ (રહે. ગલથરા, ચામુંડાનગર, તા. માણસા)ને ઝડપી પાડ્યા બંને આરોપીઓ વિરુદ્ધ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે ઝડપી પાડવા બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને વધુ તપાસ ચાલુ.


