ગરવી તાકાત મહેસાણા : વિસનગર શહેરના મુખ્ય માર્ગો અને હાઇવે પર રખડતા ઢોરની સમસ્યાનો અંત આવ્યો નગરપાલિકાએ રાત્રે વિશેષ અભિયાન હાથ ધર્યું શહેરના વિવિધ વિસ્તારો અને હાઇવે રોડ પરથી 35 જેટલા રખડતા ઢોરને પકડવામાં આવ્યા. શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોર વાહન વ્યવહારમાં અવરોધ બનતા હતા રાત્રે અકસ્માતનું જોખમ વધી જતું હતું.
![]()
શહેરીજનોની વારંવારની રજૂઆતો બાદ પાલિકા તંત્રે પગલાં લીધા પાલિકાના કર્મચારીઓની ટીમે મોડી રાત્રે કામગીરી શરૂ કરી સાવચેતી પૂર્વક ઢોરોને કાબૂમાં લેવામાં આવ્યા પકડાયેલા તમામ ઢોરોને વાહનોમાં ભરીને શહેર નજીકની પાંજરા પોળમાં મોકલી આપવામાં આવ્યા.
![]()
પાલિકાની આ કાર્યવાહીથી શહેરના નાગરિકો અને વાહનચાલકોએ રાહત અનુભવી રખડતા ઢોરથી સર્જાતી અસુવિધા અને જોખમ હવે ઘટ્યા શહેરીજનોએ પાલિકાના આ પગલાને આવકાર્યું ભવિષ્યમાં પણ આવા અભિયાનો ચાલુ રહે અને શહેર રખડતા ઢોરમુક્ત બને તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા.


