ગરવી તાકાત મહેસાણા : વિસનગરની સ્પેશ્યલ પોક્સો કોર્ટે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં કૌટુંબિક કાકાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી કોર્ટે આરોપીને 27,000નો દંડ પણ કર્યો અને ભોગ બનનાર સગીરાને 3 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો આ ઘટના સતલાસણા પંથકમાં બની. ગત 29 એપ્રિલ 2024ના રોજ, 16 વર્ષીય સગીરાને તેના કૌટુંબિક કાકા ઠાકોર દિનેશજી કુબેરજી લલચાવીને ભગાડી ગયા.

આરોપીએ સગીરાને ભરૂચના નબીપુરા વિસ્તારમાં 17 દિવસ અને જંધાર ગામના તબેલા પર 22 દિવસ સુધી રાખી, જ્યાં તેણે વારંવાર દુષ્કર્મ આચર્યું. તબેલાના માલિકને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી અને સગીરાને શોધી કાઢ્યા અને તેમને સતલાસણા પોલીસ મથકે મોકલી આપ્યા પોલીસે આરોપી દિનેશજીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી.

આ કેસ વિસનગરની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો સરકારી વકીલ આર.બી. દરજીએ નવ સાક્ષીઓ અને 22 દસ્તાવેજી પુરાવા રજૂ કરીને દલીલો કરી સ્પેશ્યલ પોક્સો જજ એન.એસ. સિદ્દીકીએ તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી દિનેશજી કુબેરજીને પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સખત કેદની સજા અને વિવિધ કલમો હેઠળ 27,000નો દંડ ફટકાર્યો.
 
								 
															 
															

