ગરવી તાકાત હિંમતનગર : પોશીના તાલુકામાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દ્વારા થતા અવાજના પ્રદૂષણ અંગે વિશ્વ હિન્દુ પરિષદ અને ધર્મ જાગરણ સાબરકાંઠા દ્વારા ખેડબ્રહ્મા SDM કચેરીએ લેખિત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું આ આવેદનપત્રમાં સુપ્રીમ કોર્ટના આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો રજૂઆત મુજબ, પોશીના ખાતે લહેરીપુરા મસ્જિદ અને સરદાર ચોકથી હોલીચોક વચ્ચે આવેલી મસ્જિદ તેમજ લાંબડીયા ખાતેની મર્ચીપોળ મસ્જિદમાં દિવસમાં પાંચ વખત લાઉડસ્પીકર દ્વારા અઝાન વગાડવામાં આવે.

આ અવાજને કારણે ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વાંચવામાં મુશ્કેલી પડે જે નાગરિકોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન આવેદનપત્રમાં જણાવાયું કે, ભારતના બંધારણના અનુચ્છેદ 32 હેઠળ નાગરિકોને સ્વચ્છ પર્યાવરણમાં જીવવાનો મૌલિક અધિકાર મળેલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આર.સી. લહોટી અને જસ્ટિસ ભાન સાહેબની બેન્ચે કેસ નંબર 733માં 18 જુલાઈ, 2005ના ચુકાદામાં 10 ડેસિબલથી વધુ તીવ્રતાનો અવાજ કે ઘોંઘાટ કરવા પર પ્રતિબંધ મૂક્યો પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986 અને અવાજ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો, 2000ના નિયમ 5(3) તેમજ.

અન્ય કલમો (169, 175/2, 175/3, 175/4, 176, 177/3, 186, 187/1) મુજબ 10 ડેસિબલથી વધુ તીવ્રતા ધરાવતા સંગીતના સાધનો, માઈક, સ્પીકર, ફટાકડા વગેરેનો ઉપયોગ ગંભીર ગુનો બને સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરાવી પોશીના તાલુકાના નાગરિકોને ઘોંઘાટના પ્રદૂષણમાંથી મુક્ત કરાવવા વિનંતી કરી તેમણે ચેતવણી આપી કે જો આ મહિનાની છેલ્લી તારીખ સુધીમાં કોઈ કાર્યવાહી નહીં થાય, તો કાર્યકર્તાઓને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. ભવિષ્યમાં કોઈપણ અનિશ્ચિત બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન, જિલ્લા અધિક્ષક પોલીસવડા અને કલેક્ટરશ્રીની રહેશે તેમ પણ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું.


