— રેલવે અંડરપાસની કામગીરી પૂર્ણ નહિ થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી :
— આ અંડર પાસની કામગીરી ઝડપી પૂર્ણ નહિ કરવામાં આવે તો પુનાસણ, હેબુવા અને મેવડ ગામના ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના પુનાસણ અને મેવડ ગામ વચ્ચેથી પસાર થતી તારંગા- આબુ રેલવે લાઈનના ગરનાળા ગોકળ ગતિએ ચાલતી કામગીરીથી ગ્રામજનો ત્રાહીમામ્ પોકારી ઉઠ્યા છે. આ ગરનાળાની કામગીરીને લઈને ગ્રામજનો રેલવે સત્તાધીશો સામે લાલ ઘૂમ થઈ ગયા છે અને આવનારા સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં નહિ આવેતો રેલ રોકો જેવા આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
પુનાસણ અને મેવડ ગામ વચ્ચેથી પસાર થતી તારંગા- આબુ રેલવે લાઈન પર અંડરપાસ બનાવાવની કામગીરી કર્યાને બે વર્ષ જેટલો સમય વિતવા છતાં કામગીરી પૂર્ણ નહિ કરવામાં આવતાં પુનાસણ, હેબુવાથી મેવડ હાઈસ્કુલમાં અભ્યાસઅર્થે જતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. જેના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી જવા પામી છે. આ અંડરપાસની કામગીરી લઈને આ બે ગામના લોકો અભ્યાસ માટે ખેરવા જવાનું પસંદ કરી રહ્યા છે.
પુનાસણ અને મેવડના ઘણા ખેડૂતોની જમીન રેલવે લાઈનના સામા છેડે આવેલી હોઈ રેલવે લાઈન ઉપર ચઢીને આવન જવાન કરવુ પડે છે. પુનાસણ ગામની હદમાં આવેલા મેવડના ખેડૂતોની જમીનમાં પાક અને ઘાસચારો તૈયાર થાય ત્યારે ૧૦ કિલોમીટર જેટલું જગદણનું ચક્કર લગાવવુ પડે છે. આ અંગે રેલવે તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં અંડરપાસના કામમાં કોઈ ઝડપ દેખાતી નથી. તારંગા રેલવે લાઈન પર પુનાસણ તરફ અંડરપાસનું કામ થયેલું છે, ત્યારે પછી છ મહિના વિતવા આવ્યા પણ સામા છેડે મેવડ તરફના ભાગમાં નાળાનું કામ બાકી છે.
ખેડૂતો કહે છે, કમસે કમ માટી ઉલેનીચે નાળાનો ભાગ આવન જાવન માટે ખુલ્લો કરી આપે તો પણ રાહત થઈ શકે.મેવડ સરપચ દિનેશભાઈ ચોધરીએ કહ્યું કે, બે ગામને જાેડતી રેલવે લાઈન નીચે અંડપરપાસનુ કામ બે વર્ષ થવા આવ્ય પણ અધૂરૂ છે. અમદાવાદ રેલવે વિભાગ સુધી કાગળો કરેલા છે. પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી. એટલે જગુદણ થઈને ૧૦ કિમીનું ચક્કર લગાવી પુનાસણ સીમમાં જવું પડે છે. આવી જ હાલત પુનાસણના ખેડૂતોની છે. પુનાસણમાં ધોરણ ૧૦ સુધીની જ શાળા છે. ત્ય્ર પછી પુનાસણ, હેબુવા અને પરાના વિદ્યાર્થીઓ મેવડ હાઈસ્કુલમાં ભણવા આવતા હોય છ.ે પરંતુ અવરજવર માટે નાળા સિવાય બીજાે કોઈ માર્ગ ન હોઈ ૧પ૦ જટલા છાત્રાોની સંખ્યા આ વર્ષે ઘટી છે.


