ગરવી તાકાત મહેસાણા : કરણનગર ગામની સીમમાં રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો ત્રણ માસ અગાઉ એક વૃધ્ધના મોત બાદ ત્રણ લોકો ઉપર આખલાએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી તેમ છતાં તલાટીના સબ સલામતના રટણના કારણે ગામ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. અગાઉ કરણનગર વડીપાટી વિસ્તારમાં રહેતાં 70 વર્ષીય વૃધ્ધ જોઈતારામ પટેલ પર તેમના ઘરથી થોડે દૂર હતાં.

તે વખતે આખલાએ હુમલો કરતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી તેમનું સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું.ત્યારબાદ એક માસ અગાઉ વૃધ્ધને રખડતા ઢોરે હુમલો કરતાં વૃધ્ધ હજુ ખાટલા ખરોળ એક માસમાં ત્રણ લોકો ઉપર રખડતા ઢોરોએ હુમલો કરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતાં.
જ્યારે બે દિવસ અગાઉ કરણનગરના સીમના સોસાયટી રહેણાંક વિસ્તારમાં રખડતાં ઢોરના કારણે બે બજાણીયાના યુવકોનો જીવ ગુમાવવો પડ્યો છે. તેમ છતાં કરણનગરના તલાટી ગામમાં સબ સલામત હોવાનું રટણ કરી ગામમાં રખડતાં ઢોરોની કોઈ હેરાનગતી નથી તેવા નિવેદનને પગલે કરણનગરના ગામ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.


