ગાંધીનગર પાંજરાપોળની કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ વિજય રૂપાણીએ ખુલાસો આપ્યોં 

May 24, 2023

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર વિવાદ મામલે ખુલાસો કર્યા

મારી સરકાર હતી ત્યારે અમિત ચાવડા ક્યાં હતા? લાંઘા કેસની ફાઇલમાં મેં જ મારા હસ્તાક્ષર તપાસ કરવા લખ્યું છે

ગરવી તાકાત, ગાંધીનગર તા. 24 – ગાંધીનગરમાં હેતુફેર કરીને પાંજરાપોળની જમીન વેચવાના કથિત કૌભાંડમાં લાંઘાએ કરેલા કરોડાના ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસે કરેલા આક્ષેપો બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર વિવાદ મામલે ખુલાસો કર્યા છે. વિજય રૂપાણીએ લાંઘાએ કરેલા કરોડાના ભ્રષ્ટાચાર કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. વિજય રૂપાણીએ વિપક્ષ નેતા અમિત ચાવડાના આક્ષેપોને નકારી કાઢ્યા છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તત્કાલીન કલેક્ટર એસ. કે. લાંગા સામે મેં જ તપાસ બેસાડી હતી. કોંગ્રેસને કૌભાંડોની બેતાજ બાદશાહ ગણાવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0