— દેશ આઝાદ થયો તે પહેલાથી જ્ઞાનવાપી મસ્જિદમાં સ્થાપીત છે શિવલિંગ :
— જેમ કાશીમાં શિવ સ્વયંભૂ પ્રગટ થયાં છે, તેમ ઈશ્વરજ હિંદુ સમાજને આગળનો માર્ગ પણ બતાવશે :
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના બુડાસણ ખાતે આવેલ પંડિત દિનદયાળ છાત્રાલયમાં વિશ્વ હિંદુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતની ૨ દિવસીય બેઠક મળી હતી બેઠકમાં ઉત્તર ગુજરાત ના વિવિધ જિલ્લાઓ તથા તાલુકાઓમાંથી વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ, દુર્ગા વાહિનીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં
કડીના બુડાસણ ખાતે યોજાયેલ બેઠકમાં વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ, સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ આલોક કુમારજીએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ અનુસાર કરવામાં આવેલા સર્વેમાં કાશીની જ્ઞાનવાપી મસ્જિદમાં સજજડ ઐતિહાસિક પુરાવા પ્રાપ્ત થયા છે, કે આ મસ્જિદ શિવમંદિર ઘ્વસ્ત કરીને જ બનાવેલી છે. તેમણે “પ્લેસ ઓફ વર્શીપ એકટ” નો હવાલો આપતા જણાવ્યું હતું કે આ કાયદા મુજબ આઝાદી પહેલાની ધાર્મિક સ્થળોની યથાસ્થિતિ જાળવી રાખવાની છે.
જો આ કાયદાને ધ્યાને લેવામાં આવે તો જ્ઞાનવાપી પરિષદમાં પણ સ્થાપિત શિવલિંગની યથાસ્થિતિ જણાવવાની થાય. અત્રે એ નોંધનીય છે કે મુસ્લિમ પક્ષોના વિરોધ વચ્ચે જ્ઞાનવાપી પરિસરમાં વજુ માટે બનાવેલા કુંડને જ્યારે ખાલી કરવામાં આવ્યો ત્યારે તેમાંથી લગભગ સાડા આઠ ફૂટનો વ્યાસ ધરાવતું શિવલિંગ મળી આવ્યું છે. લોકવાયકા મુજબ મંદિરમાં સ્થાપિત નંદીજીનુ મુખ આજ શિવલિંગ તરફ છે, અને બન્નેને સંયુક્ત રીતે જોવામાં આવે તો આજ કાશી વિશ્વનાથનું પૌરાણિક શિવલિંગ હોય તેમ ફલિત થાય છે.
કૃષ્ણ જન્મભૂમિ સંદર્ભે વાત કરતા તેમણે જણાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણનો જ્યાં જન્મ થયો હતો તે પવિત્ર કારાવાસને પણ ઇસ્લામિક કાળમાં મસ્જિદમાં રૂપાંતરિત કરવામાં આવેલ છે. આ સ્થળ બાબતનો વિવાદ પણ કોર્ટ સાંભળવા તૈયાર છે અને સત્ય અવશ્ય બહાર આવશે. કાશી મથુરા સંદર્ભે આંદોલન બાબતે કાર્યકર્તાઓની આશંકા દૂર કરતાં તેમને જણાવ્યું હતું કે આ સમગ્ર દૈવીકાર્ય ઈશ્વરની ઈચ્છા અનુસાર થાય છે, આપણે તો માત્ર તેના માધ્યમ છીએ. જેમ કોર્ટના સર્વે દરમ્યાન કાશીમાં સ્વયંભૂ શિવ પ્રગટ થયા છે, તેમ ઈશ્વર જ હિન્દુ સમાજનું માર્ગદર્શન કરશે. તેમણે આ સદીને હિન્દુ સમાજની સદી ગણાવી હતી અને અખંડ ભારત અવશ્ય બનશે તેઓ દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નૂપુર શર્માની ટિપ્પણી બાબતે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇસ્લામના જ લોકો દ્વારા રજૂ કરવામાં આવતી દલીલો નુપુરશર્માની વાતનું સમર્થન કરે છે. આ દેશ વાણી સ્વતંત્રતા અને ચર્ચા ગોષ્ટિનો દેશ છે, ઈસ્લામિક લોકોએ માત્ર વિરોધ કરવાની જગ્યાએ તથ્યો સામે મુકવા જોઈએ. મુસલમાનો દ્વારા સમગ્ર દેશમાં ૧૦ જૂને જુમાંની નમાઝ બાદ થયેલા હિંસક વિરોધની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બીજા અઠવાડિયે બજરંગ દળ સડક પર આવતા આ હિંસક તત્ત્વોએ શાંતિની ભાષા બોલવાની શરૂ કરી દીધી હતી અને વિરોધ સમેટી લીધો હતો. આમ દેશના તોફાની મુસલમાનોનો બજરંગ દળ જ યોગ્ય ઉપાય છે. ઈસ્લામિક કટ્ટરવાદીઓ દ્વારા વર્તમાનમાં ઉદયપુર અને અમરાવતીમાં થયેલી હિન્દુઓની હત્યા સંદર્ભે તેમણે ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવી ચારેય મુખ્ય આરોપીઓને છ મહિનાની અંદર ફાંસીના માચડે લટકાવી યોગ્ય ઉદાહરણ પૂરું પાડવા સરકારને આવહન કર્યું હતું.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી