વાવ-થરાદ પોલીસે થરાદના માંગરોળ ગામ નજીક ભારતમાલા સર્વિસ રોડ પરથી બે આરોપીઓને અફીણ સાથે ઝડપી પાડ્યા…

March 5, 2026

ગરવી તાકાત વાવ-થરાદ : વાવ-થરાદ પોલીસે થરાદના માંગરોળ ગામ નજીક ભારતમાલા સર્વિસ રોડ પરથી બે આરોપીઓને અફીણ સાથે ઝડપી પાડ્યા બોલેરો કેમ્પર ગાડીમાંથી 513 ગ્રામ અફીણ સહિત કુલ રૂ. 10,66,500/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જિલ્લામાં ડ્રગ્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નાબૂદ કરવાના ‘ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ’ નીતિ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે એસ.ઓ.જી. શાખા વાવ-થરાદના પોલીસ સ્ટાફ દ્વારા માંગરોળ ગામની સીમમાં ભારતમાલા રોડ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

ચેકિંગ દરમિયાન એક મહિન્દ્રા કેમ્પર ગાડી આવતા તેને રોકવામાં આવી ગાડીમાં સવાર માંગીલાલ પાંચારામ વિશ્નોઈ અને કિશનલાલ ધનાજી વિશ્નોઈ (બંને રહે. મીરપુરા, ગુંદાઉ, તા. સાંચોર, જિ. જાલોર, રાજસ્થાન)ની તપાસ કરતા ડ્રાઈવર માંગીલાલ પાસેથી 513 ગ્રામ અફીણ મળી આવ્યું જેની કિંમત રૂ. 2,56,500/- આંકવામાં આવી આ ઉપરાંત, બંને આરોપીઓની અંગઝડતીમાંથી બે મોબાઈલ ફોન.

અને કેમ્પર ગાડી સહિત કુલ રૂ. 10,66,500/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ અફીણનો જથ્થો શેતાન જગમાલરામ વિશ્નોઈ (રહે. જોગાઉ, તા. ભિન્નમાલ, જિ. જાલોર, રાજસ્થાન) દ્વારા પૂરો પાડવામાં આવ્યો હોવાનું ખુલ્યું ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ-1985 હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0