બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ નારોલી ગામમાં ગુરુવારના ગુરુપુષ્ય-યોગમાંજ કુળદેવી કમલેશ્વરી માતાજી દેવસ્થાન જગ્યાના વિવિધ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને મંદિરના વિવિધ વિકાસકાર્યોની રૂપરેખા તૈયાર કરવામાં આવી. આજના આ પાવન-પ્રસંગે કુળદેવી કમલેશ્વરી માતાજી દેવસ્થાન ભૂમિ-દાનના દાતા દિનેશકુમાર લવજીભાઈ ત્રિવેદી હાલ:રહે મુરલીધર સોસાયટી-થરાદના વરદ હસ્તે વડીલોની પ્રત્યક્ષ હાજરીમાં કમલેશ્વરી દેવસ્થાન જગ્યાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ ભૂમિ-દાનના દાતા તરીકેનો 151000/-નો ચેક તેમના જ પુત્ર ચિરંજીવી વંશ દિનેશકુમાર ત્રિવેદીના વરદ-હસ્તે દેવસ્થાન માટેની જગ્યા ઉપર જ વડીલોને આપવામાં આવ્યો. ત્યારબાદ દિનેશભાઇ વરદ-હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ઉપસ્થિત મહેમાનોમાં વડીલ તરીકે શ્રી લવજીભાઈ ત્રિવેદી,કાનજીભાઈ ત્રિવેદી,ત્રમ્બકલાલ ત્રિવેદી,નારણલાલ અંબારામ ત્રિવેદી,બાબુલાલ ગૌરીશંકર ત્રિવેદી,,બાબુલાલ નારણલાલ ત્રિવેદી,નાગજીભાઈ ગિરધરલાલ ત્રિવેદી તેમજ શ્રી કમલેશ્વરી દેવસ્થાન સેવા ટ્રસ્ટ-નારોલીના પ્રમુખશ્રી જગદીશભાઈ ત્રિવેદી,ઉપ-પ્રમુખ હસમુખભાઈ ત્રિવેદી,તેમજ યુવા-મિત્રમંડળ નારોલીના સર્વે મિત્રોએ કુળદેવી કમલેશ્વરી માતાજી-નારોલી મંદિરના ખાતમુહૂર્તમાં હર્ષ-આનંદ-ઉલ્લાસભેર હાજરી આપી હતી. આગામી દિવસોમાં દેવસ્થાન ટ્રસ્ટનો વિકાસની રૂપરેખા પ્રમુખશ્રી જગદીશભાઈ લવજીભાઈ ત્રિવેદી દ્વારા રજૂ કરવામાં આવી હતી.