ડઝનથી વધુ ખેલાડીઓ તૈયાર કર્યા, ખેલાડીઓનું ટેલેન્ટ વિશ્વમાં ગુંજતું કરવાનું સ્વપ્ન સાકાર થયું
અનોખા રમત પ્રેમીને સલામ, જયેશ પટેલે વ્યવસાય સાથે રમત ગમતને પ્રોત્સાહન પુરુ પાડ્યું
મહેસાણાના પરા વિસ્તારમાં રહેતા અને વણીકર કલબ અને યુથ હોસ્ટેલ સંસ્થા સાથે ૩૫-૪૦ વર્ષ સક્રિય રીતે સંકળાઇ બન્ને સંસ્થાઓના નામ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કરવામાં જેમનું અનોખુ યોગદાન રહ્યું છે તેવા જયેશ પટેલ બેડમિન્ટન અને ચેસ જેવી રમત ગમત માટે ઘરનું ગોપીચંદ ધસીને મહેસાણાના ખેલાડીઓને નેશનલ ઇન્ટરનેશનલ ચેમ્પિયન બનાવવામાં પડદા પાછળ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ખુબ જ લો-પ્રોફાઇલ રહેલા જયેશભાઇએ વર્ષો પહેલા મહેસાણામાં ગુજરાત બેડમીન્ટન એસોસિએશનના એફીલીએશન ફી પોતાના ખીસામાંથી ભરીને મહેસાણા ડિસ્ટ્રીક બેડમિન્ટન એસોસિએશનની સ્થાપનની કરી હતી. તેમણે ગુજરાતની વિવિધ ટુર્નામેન્ટ માટે મહેસાણાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે બેડમિન્ટનની ગુજરાત સ્ટેટની સ્પર્ધા મહેસાણાના કેટલાક સ્પોન્સના સહયોગથી મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેડમિન્ટનની ગુજરાત સ્ટેટની સ્પર્ધા મહેસાણાના કેટલાક સ્પોન્સર્સના સહયોગથી મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેડમિન્ટન એસોસિએશનની યજમાન પદે મહેસાણા વણીકર કલબમાં યોજી હતી.
આ ટુર્નામેન્ટથી પ્રોત્સાહિત થયેલા મહેસાણાના તસ્નીમ મીર નીમી પટેલ, જીલ પટેલ, ભાવિન કરમચંદાની, કૃણાલ રૂપાંકર, ધ્રુમિલ પટેલે દેશ અને દુનિયામાં આ રમત ક્ષેત્રે મહેસાણાને નામના અપાવી હતી. આ બધાના પદડા પાછળ મુખ્ય ચાવીરૂપ જયેશ પટેલે સતત બેડમિન્ટનની ચિંતા કરી પોતાના પૈસા ખર્ચી ખેલાડીઓને સગવડો પુરી પાડી હતી. ખેલાડીઓને રમવા માટે તકો ઉભી કરી અને ઉચ્ચ કક્ષાની તાલીમ પણ આપી હતી. પોતાના કેમીકલના વ્યસાયમાં વ્યસ્ત હોવા છતાં બેડમિન્ટનને પાયોરીટી આપી સમય અને પૈસા બંન્ને આ રમતના વિકાસ માટે ખર્ચ કર્યો હતો. ખેલાડીઓને રમવા શટલના પેકેટ પણ ઘણીવાર જયેશભાઇ પોતાના ખર્ચે લઇ જઇ ખેલાડીઓને પ્રેકટીસ કરાવતા હતા. જયેશભાઇ પટેલ હાલ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે નેશનલ લેવલે ગુજરાતની ટીમના મેનેજર તરીકે ૧૦ ઉપરાંત નેશનલ ટુર્નામેન્ટમાં સેવા આપી છે. જયેશભાઇ પટેલે બેડમિન્ટેન ઉપરાંત ૧૯૯૨માં નોર્થ ગુજરાત ચેસ એસોસિએશનની સ્થાપના પણ કરી હતી. ચેસમાં ઇન્ટરનેશનલ ઓળખ ઉભી કરનાર અંકિત રાજપરા જેવા ગ્રાન્ડ માસ્ટરને તેમણે પ્રોત્સાહિત કર્યા હતા.
આ ઉપરાંત સાહસિક પ્રવૃતિઓ થકી બાળકોને કુદરતની નજીક લઇ જવા કામ કરતી નામાંકિત સંસ્થા યુથ હોસ્ટેલના મહેસાણા યુનિટને મજબૂત કરવામાં પણ યોગદાન આપ્યું હતું. મહેસાણાના હજારો બાળકો, યુવાનોને યુથ હોસ્ટેલના માધ્યમથી સાયકલીંગ, બાઇકીંગ, ટ્રેકીંગ જેવી સાહસિક પ્રવૃતિઓ માટે સમય અને આર્થિક યોગદાન પણ આપ્યું હતું. ડેલહાઉસી, મનાલી, નૈનિતાલ, માઉન્ટઆબુ, ગોવા, પંચમઢી, જેવા કુદરતી સ્થળોએ મહેસાણાના બાળકોને ટ્રેકીંગમાં લઇ જઇ બાળકોને સાહસિક બનાવવાનું તેમજ કુદરતની નજીક લઇ જવાનું ઉમદા કાર્ય કરી મહેસાણા યુનિટને આગવી ઓળખ અપાવી હતી.
૧૯૯૮માં દિલ્હી ખાતે યુથ હોસ્ટેલની વલ્ડ કોન્ફરન્સમાં સંચાલક તરીકે ૧૦ દિવસ સુધી સેવા આપનાર સ્પોર્ટસમેન જયેશભાઇ પટેલ સતત ૪૦ વર્ષ આ પ્રવૃતિમાં તન મન ધનથી રચ્યા પચ્યાં રહ્યા છે. હાલની યુવા પેઢીને પોતાના કાર્યો થકી જયેશભાઇ પટેલે સંદેશો આપ્યો છે કે, મોબાઇલની લત અને વ્યસનો છોડી કુદરતના સાનિધ્યમાં ટ્રેકીંગ, સાયકલીંગ, બાઇકીંગ, હાઇકીંગ જેવી પ્રવૃતિઓમાં જાેડાઇ પોતાનંુ જીવન સાર્થક કરવું જાેઇએ. જે રમત ગમતમાં રસ હોય તેમાાં ઉંડાણ પૂર્વક રસ અને તાલીમ લઇ અંકિત રાજપરા અને તસ્નીમ મીરની જેમ મહેસાણાનું નામ રોશન કરવા અપીલ કરી હતી. અને જે યુવાનો પોતાના વ્યવસાયમાં ઠરી ઠામ થયા હોય તેમણે આવી રમતો માટે ખેલાડીઓને સ્પોન્સરશીપ આપી પ્રોત્સાહિત કરતાં રહેવું જાેઇએ. જેથી પૈસાના અભાવે મહેસાણાનો કોઇ ખેલાડી તેના ટેલેન્ટ વિશ્વને બતાવવાથી વંચિત ન રહી જાય.