શેરબજારના ડબ્બા ટ્રેડીંગના નામે છેતરપિંડી કરનાર વધુ ત્રણ સટ્ટાબાજોને વડનગર સ્માર્ટ પોલીસે દબોચ્યાં
વડનગર સ્માર્ટ પોલીસે ચાર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી ત્રણને 21 હજારના મુદ્દામાલ સથે ઝડપ્યાં એક ફરાર
ગરવી તાકાત, મહેસાણા તા. 27 – વડનગર પંથકમાં મોટા પ્રમાણમાં શેરબજારનું ડબ્બા ટ્રેડીંગ નેટવર્ક ધમધમી રહ્યું છે તેમજ શેરબજારના સટ્ટાના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે જેને ડામી દેવા માટે મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલ તથા ના.પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પી.આઇ વી.આર.વાણીયાના નેતૃત્વમાં પીએસઆઇ એલ.એમ.પરમાર, અપોકો. વિષ્ણુભાઇ, બાલુસિંહ, વિપુલકુમાર, વિપુલસિંહ, અલોર મેહુલકુમાર, અરવિંદજી સહિતનો સ્ટાફ કામગીરીમાં હતો તે દરમિયાન મોબાઇલ એપમાં ડબ્બા ટ્રેડીંગના સટ્ટા દ્વારા બે હજાર રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનને મળી હતી. જો કે વડનગર પીઆઇ તરીકે વી.આર.વાણિયાએ ચાર્જ સંભાળ્યોં છે ત્યારના ડબ્બા ટ્રેડીંગનો સટ્ટો રમતાં સટ્ટોડીયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.
વડનગર તાલુકાના સુલીપુર ગામના ચાર શખ્સો શેરબજારમાં રોકાણ કરતાં ગ્રાહકોના કોન્ટેક્ટ નંબરોનું લીસ્ટ મેળવી લોકોને મોબાઇલ પર કોલ કરીી પોતાના મોબાઇલમાં માર્કેટ પ્લસ એપ્લીકેશનમાં શેરબજારની વધઘટ જોઇ શરેબજારમાં રોકાણ કરતાં ગ્રાહકોને એજન્ટી તરીકે ખોટી ઓળખ આપી શેર બજારમાં વધુ નાણાં કમાઇ આપવાની લાલચ આપી સ્ટોક બજારનું કોઇપણ લાયસન્સ વગર શેર બજારની લે-વેચનો ધંધો કરી લોકો સાથે છેતરપિંડી કરી હતી. જેમાં એક શખ્સે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં બે હજારની છેતરપિંડી કરાઇ હોવાની ફરિયાદ નોધાવતાં વડનગર તાલુકાના ચાર શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં વડનગર તાલુકાના સુલીપુર ગામના નાગજી રમણજી, રહે. સુલીપુરા તા. વડનગર, ઠાકોર કમલેશ મુકેશજી રહે. સુલીપુર તા. વડનગર, ઠાકોર રમતુજી મંગાજી રહે. સુલીપુર તા. વડનગરવાળાની 21 હજારના મુુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા. જ્યારે એક ફરાર છેતરપિંડીના શખ્સ ઠાકોર જગદીશ વિષ્ણુજી રહે. સુલીપુર તા.વડનગરવાળાની અટકાયતના ચક્રો ગતિમાન કર્યા છે.