ગરવી તાકાત મહેસાણા : ઊંઝા પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલા ₹10,01,961/- ના મુદ્દામાલને તેના મૂળ માલિકોને પરત કર્યો આ કાર્યક્રમ ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે યોજાયો જેમાં ચોરાયેલા દાગીના શોધી કાઢીને ફરિયાદીઓને સોંપવામાં આવ્યા પરત કરાયેલા મુદ્દામાલમાં કુલ 100.150 ગ્રામ વજનના સોનાના દાગીનાનો સમાવેશ થાય જેની કુલ કિંમત ₹10,01,961/- આંકવામાં આવી આ દાગીનામાં સોનાની બંગડીઓ, મંગળસૂત્ર, ચેન, લેડીઝ અને.
![]()
જેન્ટ્સ વીંટીઓ, કાનની બુટ્ટીઓ અને સોનાના અન્ય ટુકડાઓનો સમાવેશ થાય પોલીસે આ તમામ વસ્તુઓ સફળતાપૂર્વક શોધી કાઢી આ મુદ્દામાલ પરત સોંપવા માટે ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, મહેસાણાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને મહેસાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ દ્વારા સૂચનાઓ આપવામાં આવી આ સૂચનાઓના અનુસંધાનમાં, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ.
![]()
આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઊંઝા પોલીસ સ્ટેશનના પાર્ટ-એ-૧૧૨૦૬૦૩૩૨૫૦૭૧૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૩૦૩(૨) મુજબના કેસમાં રિકવર કરાયેલો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો નામદાર કોર્ટના આદેશના આધારે આ તમામ મુદ્દામાલ ફરિયાદીઓને સુપરત કરવામાં આવ્યો આ પહેલથી ગુનાનો ભોગ બનેલા લોકોને તેમની કિંમતી વસ્તુઓ પાછી મળી જે પોલીસની કાર્યક્ષમતા અને નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે.


