ઊંઝા પંથકમાં આવેલી જીરાની ફેકટરીમાંથી 1.74 લાખના મુદ્દામાલની ચોરી કરનાર 6 શખ્સોને ઝડપી પાડતી ઊંઝા પોલીસ

November 23, 2023

ઊંઝા ટાઉનમાં આવેલી વસંત કલીનીંગ કોર્પોરેશનની જીરાની ફેકટરીમાંથી સાત શખ્સોએ 1.74 લાખના જીરાના મુદ્દામાલની ચોરી કરી હતી 

ઊંઝા પોલીસે 1.90 લાખનો મુદ્દામાલ કબજે કરી 6 શખ્સોને ઝડપી પાડી ગણતરીના દિવસમાં ગુનાનો ભેદ ઉકેલી દીધો   

ગરવી તાકાત, મહેસાણા તા. 23 – ( Sohan Thakor ) ઊંઝા પોલીસે ઊંઝા ટાઉનમાં આવેલી જીરાની એક ફેકટરીમાંથી આજથી ચાર પાંચ દિવસ અગાઉ જીરાના કટ્ટા તેમજ જીરાની બોરીઓ સહિત કુલ રુપિયા 1.74 લાખના મુદ્દામાલથી ફેકટરીનો વંડો કૂદી તાળુ તોડી ચોરી કરનાર છ શખ્સોને 1.90 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી સફળ કામગીરી કરી હતી. Unjha police seized a quantity of country liquor pouring over a liquor bar in Upera village | ઊંઝા પોલીસે ઉપેરા ગામમાં દારૂના અડ્ડા ઉપર રેડ કરતા દેશી દારૂનો જથ્થો ઝડપાયો - Divya Bhaskar

 

મહેસાણા જિલ્લામાં અનેક ચોરીઓને ઘટનાઓને તસ્કરો દ્વારા અંજામ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આવી તસ્કર ટોળકીઓ તેમજ ચોરીઓમાં સંડોવાયેલા શખ્સનો ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી તથા વિસનગર ના.પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણના માર્ગદર્શન મુજબ ઊંઝા પી.આઇ પી.ડી.દરજીના નેતૃત્વમાં ઊંઝા પીએસઆઇ એમ.એ.જોષી, અ.હેકો. મહેન્દ્રભાઇ, મહેન્દ્રસિંહ, વિજયકુમાર, ભાવેશકુમાર, મહાવીરસિંહ, મનિષકુમાર, ભરતકુમાર સહિત સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ઊંઝામાં વસંત કલીનીંગ કોર્પોરેશન નામની ફેકટરીમાં ચોરી કરનાર શખ્સોની બાતમી મળી હતી.

ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગત તા. 19-11-23ના રોજ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 457, 380, 114 મુજબનો ગુન્હો નોંધાયો હતો. જેમાં ઊંઝા શહેરમાં મહેસાણાથી પાલનપુર હાઇવે રોડ પર બી.આર.માર્બલની બાજુમાં વસંત કલીનીંગ કોર્પોરેશન નામની ફેકટરીની દિવાલ કુદીને ગોડાઉનનું તાળુ તોડી ગોડાઉનમાંથી જીરાના સફેદ પ્લાસ્ટીકના કટ્ટા 03, 06 બોરીઓ એમ મળી કુલ 435 કિ.ગ્રા જેની કિંમત રુપિયા 1.74 લાખના મુદ્દામાલ ચોરી કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. જે ગુનાના આરોપીઓની મળેલી બાતમીના આધારે ઊંઝા પોલીસે ચોરીમાં સંડોવાયેલા છ શખ્સોને 1.90 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઊંઝામાં ચોરીની ઘટનામાં સંડોવાયેલા શખ્સો 

(1) નવીનકુમાર કાન્તીજી ઠાકોર રહે. જનતાનગરની સામે, મોટોવાસ, ઊંઝા 

(2) અરવિંદજી ભરતજી ઠાકોર રહે. સુરપુરા મોટો ઠાકોરવાસ, તા. ઊંઝા 

(3) કેતનકુમાર મથુરજી ઠાકોર રહે. સુરપુરા નાનો ઠાકોરવાસ, તા. ઊંઝા 

(4) નવઘણજી રાજુજી ઠાકોર રહે. સુરપુરા, નાનો ઠાકોરવાસ તા. ઊંઝા 

(5) સુનિલજી રાજુજી ઠાકોર રહે. સુરપુરા, નાનો ઠાકોરવાસ તા. ઊંઝા 

(6) રાકેશજી વદનજી ઠાકોર રહે. સુરપુરા તા. તળાવની બાજુમાં, તા. ઊંઝા 

પકડાવવાના બાકી આરોપી 

(1) ઠાકોર વિક્રમજીી રઘુનાથજી રહે. સુરપુરા તા. ઊંઝા  

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0