પોતાના માનીતાઓને બચાવવા જિલ્લા એસ.પી., રાજ્ય પોલીસવડા, ગૃહમંત્રી કે પછી અમિત શાહ સુધી પહોચ્યાં કે શું ? સાહેબ તો પહોંચેલી માયા નીકળ્યાં ઊંઝા પોલીસ બેડામાં ભારે ચર્ચા
ગરવી તાકાત, ઊંઝા તા. 05 – જીરું તમારા પેટમાં ગયું જ હશે.” તો શું આ વાત માનશો? આ સવાલ એટલા માટે, કારણ કે જીરાનો ભાવ આજકાલ 4200થી 6100 રૂપિયા પ્રતિ મણ એટલે કે 600 રૂપિયે કિલોની આસપાસ ચાલી રહ્યો છે. આ ભાવ જથ્થાબંધ છે. છૂટક બજારમાં તો વળી પાછો ભાવ બમણો થઈ જાય. આવી તેજીમાં કેટલાક એવા ધુતારા પણ મેદાને પડ્યા છે, જેમણે નકલી જીરું બનાવવાની આખી ફેક્ટરીઓ ઊભી કરી દીધી છે અને આ ધંધો ધમધોકાર ચાલે છે, આવું જીરું ખાવાથી કેન્સર, આંતરડાની બિમારી પણ થઈ શકે છે.
‘ગુજરાતમાં હાલમાં ફૂડ સેફ્ટી કાયદા હેઠળ બે રીતે જીરાની ફેક્ટરી માટે પરવાનગી આપવામાં આવે છે. એક સેન્ટ્રલ ઓથોરિટી દ્વારા અને બીજી સ્ટેટ ઓથોરિટી દ્વારા. ગુજરાતમાં હાલમાં જીરું પ્રોસેસિંગ કરતી 554 એવી ફેક્ટરી છે, જેણે સેન્ટ્રલ ઓથોરિટી પાસેથી લાઇસન્સ મેળવ્યું છે, જ્યારે 589 ફેક્ટરીને રાજ્ય સરકારે લાઇસન્સ આપ્યા છે. ત્યારે ઊંઝામાં આ નકલી જીરાના કારોબાર વર્ષોથી ધમધમે છે. ઊઝા પીઆઇએ માનીતાઓને કહ્યું ચિંતા ના કરો મે ઉપલી કક્ષાએ વાત કરી લીધી છ. તેવી પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી મુકી છે.
ઊંઝા નકલી જીરા કાંડમાં પી.આઈ.ની દરજીની જીભ કાતરની જેમ ચાલી, સાહેબતો પહોંચેલી માયા નિકળ્યા. ઊંઝા પોલીસ મથકના પી.આઈ. દરજી માનીતાઓને બચાવવા જિલ્લા એસ.પી., રાજ્ય પોલીસવડા, રાજ્ય ગૃહ મંત્રી કે પછી અમિત શાહ સુધી પહોંચ્યા કે શું ? ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઊંઝા તાલુકામાંથી ત્રણ વર્ષમાં ૬ કરોડથી વધુનું નકલી જીરૂ પકડયું છે. તપાસના નામે પોલીસ અને ફુડ વિભાગ યોગ્ય પરિણામ નથી આપી શક્યા પી.આઈ. દરજીની કાતર નકલી જીરૂ બનાવતા તત્વો માટે ધારદાર બની હોઈ તેવી સમગ્ર તાલુકા પંથકમાં ચર્ચા જોવા મળી રહી છે.
માહિતીના આધારે બજારમાં કઈ હદે નકલી જીરું વેચાઈ રહ્યું છે એનો અંદાજો લગાવી શકાય છે. નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતમાં સાડાત્રણ લાખ ટન જીરાનું ઉત્પાદન નોંધાયું હતું. ગુજરાતમાં સાત કરોડની વસતિ સરેરાશ વાર્ષિક 6 હજાર મણ જીરું આરોગી જાય છે. વર્ષે આશરે 20થી 25 હજાર કિલોગ્રામ (1 હજારથી 1200 મણ) નકલી જીરું પકડાય છે. તારીખ 1 એપ્રિલ 2020થી 30 જૂન 2023 દરમિયાન કુલ 66 હજાર 200 કિલોગ્રામ (3310 મણ) નકલી જીરું ઝડપાયું હતું.’ એટલે જો છૂટક ભાવ 900 રૂપિયા ગણીને પણ હિસાબ લગાવીએ તો 6 કરોડ રૂપિયાની આસપાસનું નકલી જીરું પકડાયું એમ કહી શકાય.
અસલી જીરામાં 10થી 20 ટકા મિલાવીને તેને પેકિંગ કરી બજારમાં વેચી દેવામાં આવે છે. હાલમાં છૂટક જીરું બજારમાં 600થી 800 રૂપિયા કિલોના ભાવે મળે છે, એટલે 100થી 125 ટકા નફો આવા લોકોને મળી જતો હશે. ગોરખધંધાથી બનેલું નકલી જીરું લોભિયા વેપારીઓ મારફત છેક લોકોના રસોડા સુધી પહોંચી જાય છે. જોકે કેટલાક કિસ્સામાં નાના વેપારીઓને પણ આવા નકલી માલ વિશે જાણકારી નથી હોતી.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ જ્યારે કોઈપણ ફેક્ટરીમાં દરોડા પાડે અને ત્યાં જીરાનો જથ્થો શંકાસ્પદ લાગે તો એને સીઝ કરી લેવામાં આવે છે. ત્યાર બાદ આ જથ્થામાં સેમ્પલ લઈને ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા માન્યતાપાત્ર આરોગ્યતંત્રની વડોદરા, રાજકોટ અને ભુજ ખાતેની લેબોરેટરીમાં જીરાનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. જો ફેક્ટરીમાંથી લીધેલા નમૂના બિન આરોગ્યપ્રદ અને ભેળસેળવાળું સાબિત થાય ફૂડ સેફટી કાયદા હેઠળ ક્રિમિનલ ગુનો લાગુ પડે છે. આ કાયદા અંતર્ગત ભેળસેળ કરીને બિનઆરોગ્યપ્રદ વસ્તુ બનાવનારને મહત્તમ આજીવન કેદ અને દસ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવેલી છે.
નકલી જીરાનાં ઉત્પાદન અને વેચાણ પાછળની ગણતરી આવી રીતે સમજો
હાલમાં ઊંઝા માર્કેટયાર્ડનું જ ઉદાહરણ લઈએ તો જીરાનો ભાવ 4200થી 6500 રૂપિયા પ્રતિ મણ જ્યારે એક મણ વરિયાળીનો ભાવ 1000થી 5500 રૂપિયા છે, એટલે કે સારી વરિયાળીનો ભાવ જીરું કરતાં લગભગ અડધો. હવે નકલી જીરું બનાવનારા લોકો નબળી ક્વોલિટીની વરિયાળી ખરીદે છે, જેનું કદ-દેખાવ જીરું જેટલું હોય અને પોચી હોય. આવી વરિયાળી અંદાજે એક હજારથી બે હજાર રૂપિયાના મણના ભાવે સરળતાથી મળી જતી હોય છે, કારણ કે વેચનાર ખેડૂત કે વેપારી માટે પણ આવો માલ કચરા બરાબર હોય છે. હલકી ક્વોલિટીની વરિયાળીને ખરીદી લાવ્યા બાદ એની સફાઈ કરવામાં આવે છે. વરિયાળી ચોખ્ખી થઈ ગયા બાદ તેના પર ટેલ્કમ પાઉડર છાંટી દેવામાં આવે છે. ત્યાર બાદ ગોળની રસી મિલાવી દેવાથી હવે આ વરિયાળી જીરા જેવી દેખાવમાં થઈ જાય છે. ત્યાર બાદ કેટલીક વખત એવાં કેમિકલ ભેળવવામાં આવતાં હોય છે, જેનાથી વરિયાળીની સુગંધ તેમાંથી જતી રહે છે. નકલી જીરું બનાવવાની પ્રક્રિયામાં છેલ્લે તડકામાં એને સૂકવી દેવામાં આવે છે. તડકામાં સૂકવ્યા બાદ ફરીથી એને ચાળી લેવાય છે, જેથી ભેળસેળ કરેલો વધારાનો પાઉડર એમાંથી અલગ થઈ જાય. આવી ફેક્ટરીઓ શહેરી વિસ્તારમાં પણ હોય છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ હોય છે.
ભૂલેચૂકે પણ સામાન્ય વ્યક્તિના હાથમાં નકલી જીરૂ આવે તો તેની ખરાઈ કેવી રીતે કરવી?
કોઈને પણ જીરું અસલી છે કે નકલી એની શંકા જાય તો તેને હથેળીમાં લો અને હાથથી થોડું મસળી લો. જો અસલી જીરું હોય તો હાથેથી મસળીએ તો ભાંગી જાય નહીં, ભૂકો ન થાય, પરંતુ એ જીરું ભેળસેળવાળું હોય કે પછી જીરુંના બદલે બીજું કાંઈ પધરાવી દેવાનો પ્રયાસ હોય તો એનો ભૂક્કો થઈ જતો હોય છે. એના પર ચડાવેલો પાઉડર પણ અલગ થઈ હથેળીમાં ચોંટી જતો હોય છે.’ હથેળીવાળા પ્રયોગ ઉપરાંત બીજી એક પદ્ધતિ પ્રમાણેની ઓળખ કેવી રીતે કરવી જેમાં ‘પાણી ભરેલા કાચના ગ્લાસમાં જીરુંને નાખીને થોડો સમય સુધી હલાવો. આવું કરવાથી નકલી જીરું પર ચડાવેલો પાઉડર પાણીમાં ઓગળીને તળીયે બેસી જાય છે અને ઝીણી વરિયાળી પાણીમાં ઉપરના ભાગે તરવા લાગે છે.’
જીરું ખરીદતી વખતે કઈ-કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
બજારમાંથી જીરું ખરીદતા પેકેટ પર કેટલીક વિગતો ખાસ જોઈ લેવી, જેમ કે ઉત્પાદનની તારીખ, એક્સપાયરી તારીખ, ઉત્પાદકની વિગતો, બેચ નંબર, ફૂડ સેફ્ટી લાઇસન્સ નંબર વગેરે વિગત દર્શાવેલી હોય છે. આ વિગતોની ખાતરી કર્યા બાદ ખરીદીનું પાકું બિલ પણ લેવું. જો જીરુંના પેકેટ પર ઉત્પાદક અને પેકર્સનું પૂરું નામ, સરનામું ન આપેલાં હોય તો એની ખરીદી ન કરવી જોઈએ. જો પ્રાથમિક દૃષ્ટિએ કોઈ શંકા લાગે તો ફૂડ સેફ્ટી ખાતાને જાણ કરી શકો છો.