ગરવી તાકાત અરવલ્લી : ગુજરાતની પ્રાચીન અરવલ્લી પર્વતમાળા પર સંકટ તોળાઈ રહ્યું છે. આ પર્વતમાળાને બચાવવા માટે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા ‘અરવલ્લી બચાવો અભિયાન’ અંતર્ગત ભિલોડા તાલુકા મથકે એક રેલી કાઢવામાં આવી અને મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું ભિલોડા તાલુકા મથકે હાથમતી નદીના બ્રિજ પાસે આવેલા નીરસાગર પ્લાઝા ખાતે સર્વ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો એકત્રિત થયા.

અહીંથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી જોરશોરથી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ત્યારબાદ મામલતદાર બી.જી. ડાભીને આવેદનપત્ર અર્પણ કરાયું આ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, આદિવાસી સેલના ચેરમેન રાજેન્દ્રભાઈ પારઘી, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અરુણભાઈ પટેલ, ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કાંતિલાલ ખરાડી, સતીષભાઈ તબિયાર,

રાહુલકુમાર ગામેતી, સામાજિક આગેવાનો બાબુભાઈ ખાણમા, મુકેશભાઈ પટેલ, દિલીપભાઈ અસારી, જયેશભાઈ ઠાકોર અને ગુલાબભાઈ પરમાર સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા આંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી કે જો કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં દરમિયાનગીરી કરીને આ નિર્ણય પર ફેર વિચારણા નહીં કરે, તો આગામી સમયમાં જરૂર પડ્યે જલદ આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવશે અને વિરોધ પ્રદર્શનના વિશેષ કાર્યક્રમો આપવામાં આવશે.


